તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • One Crore Liquor Captured The First Feroze 3 Crore Were Sold Off

એક કરોડનો દારૂ પકડાયો એ પહેલા ફિરોઝે ૩ કરોડનો વેચી નાખ્યાનો ધડાકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કાથરોટામાં ભાજપ અગ્રણીની વાડીમાંથી પકડાયેલા દારૂ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો

રાજકોટના કાથરોટા ગામની સીમમાં તાલુકા પંચાયતના ભાજપના સભ્ય વલ્લભ મકવાણા ઉફે દાઢીની વાડીના ગોડાઉનમાંથી જિલ્લાના પ્રોબેશનર આઇપીએસ ચૈતન્ય મંડલિકે એક કરોડનો દારૂનો વિક્રમી જથ્થો કબજે કરીને શહેર પોલીસનું નાક કાપી નાખ્યું હતું. શહેર પોલીસની રહેમ નજર હેઠળ રોજ લાખો રૂપિયાનો દારૂ બેરોકટોક સપ્લાય કરનાર ફિરોઝે આ જથ્થો પકડાયો એ પહેલાં દોઢ માસમાં ત્રણ કરોડનો દારૂ વેચી નાખ્યાની ચોંકાવનારી વિગત પોલીસ તપાસમાં બહાર આવી છે.

તપાસનીસ આઇપીએસ મંડલિકે જણાવ્યું હતું કે સ્થળ ઉપરથી પકડાયેલા સાત આરોપીને અદાલતે ૬ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપ્યા છે. ગોડાઉનમાંથી દારૂ-બિયરની ૨૨૩૯ પેટી સાથે એક સ્ફોટક ડાયરી મળી હતી. જેમાં બુટલેગરોના ટૂંકા નામ અને કોને ક્યારે કેટલો માલ સપ્લાય કરવામાં આવ્યો હતો તેની નોંધ મળી છે. રિમાન્ડ ઉપર સોંપાયેલા આરોપીઓના કહેવા મુજબ એક કન્ટેઇનરમાં એક હજાર પેટી દારૂ આવે છે. અને ફિરોઝે છેલ્લા દોઢ માસમાં પાંચ કન્ટેઇનર માલ મગાવ્યો હોવાનું આરોપી ખુલાસો કરી રહ્યા છે.

આગળ વાંચો : ફરાર ફિરોઝે નવી ‘લાઇન’ શરૂ કરી દીધી, ભાજપ અગ્રણી અને ફિરોઝને આ રીતે રજૂ કરવા તખ્તો ગોઠવાઇ રહ્યો છે