૧ કરોડથી વધુ ટર્નઓવરવાળા બે લાખ કરદાતાઓને રાહત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ૧ કરોડથી વધુ ટર્નઓવરવાળા બે લાખ કરદાતાઓને રાહત
- ઓડિટની ગાઈડલાઈન અગાઉ ૧૨ વખત બદલાઈ હતી એટલે આ વખતે સીબીડીટી જલદી જાગ્યું, નોટિફિકેશન બહાર પાડયું

એક કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનારા સૌરાષ્ટ્રના બે લાખથી વધુ કરદાતાઓ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસનો આ વખતનો પરિપત્ર રાહત લઈને આવ્યો છે. ગત વર્ષે ટેક્સ ઓડિટમાં દર બે દિવસે ફેરફાર આવવાને લીધે કરદાતાઓ મૂંઝવણમાં રહેતા હતા. ઓડિટ રીપોર્ટ ઓનલાઈન સબમીટ કરવો કે નહીં એની ગડમથલ રહેતી હતી જો કે,આ વખતે ફાઇનલ નોટિફિકેશન જ ચાર મહિ‌ના પહેલાં આવી જતાં કરદાતાઓઅ રાહતનો શ્વાસ લીધો છે.

કેમકે અનેક કરદાતાઓ રીપોર્ટ મોડે સબમીટ કરવાની પેનલ્ટીથી બચી જશે.ઉપરાંત ઓડિટ રીપોર્ટ સબમિટ કરતી વખતે કોઈ નવા ફેરફારનું ટેન્શન રહેશે નહીં. આવકવેરા વિભાગમાં કામગીરી ઓનલાઈન છે. જેમાં ટેક્સ ઓડિટ રીપોર્ટનો પણ સમાવેશ થાય છે. આ રીપોર્ટ ઓનલાઈન સ્કેન કરીને દિલ્હી મોકલી દેવાનો હોય છે. આ વર્ષે નોટિફિકેશન જલદી આવી જતાં કરદાતાઓને રાહત થઈ છે.

ગત વર્ષે શું સ્થિતિ હતી?

ગત વર્ષે એટલે કે આકારણી વર્ષ ૨૦૧૩-૧૪માં રૂપિયા એક કરોડથી વધુના ટર્નઓવર ધરાવતા અને એક કરોડથી ઓછા ટર્નઓવરમાં આઠ ટકાથી ઓછો નફો ધરાવતા કેસમાં ઇન્કમટેક્સ રીટર્ન સાથે ઇ-ફાઇલ કરવાની નવી જોગવાઈ છેલ્લી ઘડીએ આવતા કરદાતાઓ અને સી.એ. મુશ્કેલીમાં મૂકાયા હતા. ટેક્સ ઓડિટ રીપોર્ટની યુટીલીટીમાં કમસેકમ ૧૨ વખત ફેરફાર કરાયો હતો, આ ફેરફારના લીધે ઘણી હોહા થઈ હતી જેના લીધે બોર્ડે નાછુટકે રીપોર્ટ અપલોડ કરવાની તારીખ એક મહિ‌ના માટે લંબાવી હતી.

રાહત કેવી રીતે?

આકારણી વર્ષ ૨૦૧૪-૧પથી બોર્ડ તરફથી ટેક્સ ઓડિટ રીપોર્ટની યુટિલિટી તા. ૨૨મીમેના નોટિફિકેશન દ્વારા બહાર પડી છે. તેથી હવે કરદાાતાઓને ૩૦મી સપ્ટેમ્બર સુધી રાહ જોવાની રહેશે નહીં. અગાઉ એમ થતુ હતુ કે કરદાતાઓ ઓડિટ રીપોર્ટ ફાઇલ કરે ત્યાં નવા નિયમો આવી જતાં હતા એટલે નવેસરથી બધી કામગીરી કરવી પડતી હતી. નિયમોમાં વારંવાર ફેરફાર આવતા હતા. ઉપરાંત નોટિફિકેશન પણ છેલ્લાં મહિ‌નામાં આવતું હતુ. આ સાથે ચેરિટેબલ ટ્રસ્ટોના ઓડિટ રીપોર્ટ પણ ફાઇલિંગ કરવાના રહેશે. જો કે, હજી એક સમસ્યા એ છે કે ઇન્કમટેક્સ રીટર્ન ફોમ નંબર-૪ થી ૭ બહાર પાડવામાં આવ્યા નહતા. જોકે રીટર્ન વગર પણ ઓડિટ રીપોર્ટ અપલોડ કરી શકાશે.

કરદાતાઓને શું ફાયદો?

અગાઉ સપ્ટેમ્બર મહિ‌ના સુધી ઓડિટ રીપોર્ટની યુટિલીટી બાબતે સતત ફેરફારની સ્થિતિ રહેતી હતી. એટલે કે ઓડિટ રીપોર્ટ ફાઇલ કેવી રીતે કરવો, તેની સાથે કંઇ-કંઇ માહિ‌તી આપવી કયા-કયા ડોક્યુમેન્ટ સ્કેન કરીને રજૂ કરવા વેગેર બાબતે સતત ફેરફરા આવતા હતા એટલે ૩૦મી સપ્ટેમ્બરની તારીખ વીતી ગયા બાદ પણ કેટલાંય કરાદાતા ઓડિટ રીપોર્ટ ફાઇલ કરી શક્યા નહતા. સાઉથ ગુજરાતમાં કુલ બે લાખ કરદાતા છે જે આની સીધી અસરમાં આવી ગયા હતા. એટલે બોર્ડ દ્વારા મહિ‌નાની મુદત વધારી દેવામાં આવી હતી. આ વખતે ફાઇનલ નોટિફિકેશનમાં ઓડિટ રીપોર્ટ બાબતની તમામ શંકાઓ દુર કરી દેવામાં આવી છે. સૌથી મોટી રાહત પેનલ્ટી બાબતે થઈ છે.
સીએની પસંદગીમાં રાહત

અગાઉ નિયમ એવો હતો કે એક સી.એ. ૪પ જ ઓડિટ કરી શકે. જેના લીધે કેટલાંક કરદાતાઓ પોતાના પસંદગીના સી.એ. પાસે ઓડિટ કરાવી શકતા ન હતા. જો કે, હવે ઓડિટની લિમિટ ૪પ ને બદલે ૬૦ થતાં સીએની સાથે કરદાતાઓને પણ રાહત થઈ છે.

આ વખતે સારું કામ થયું

ગત વર્ષની હાડમારી હજી યાદ છે. જોકે, આ વખતે નોટિફિકેશન જલદી બહાર પડી જતાં છેલ્લાં મહિ‌નાઓ સુધીની રાહ જોવા નહીં મળે.’
-હની સચદેવ, સી.એ.