રાજકોટનું નવું નજરાણું: બનશે છ નવા કલાત્મક પ્રવેશદ્વાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના છ માર્ગો પર કલાત્મક પ્રવેશદ્વાર બનશે, લોકભાગીદારીથી પ્રવેશદ્વાર બનાવવાની દરખાસ્ત મંજૂર રાજકોટ શહેરની રોનક તેના પ્રવેશદ્વારથી જ ક્લિક થઇ જાય એવા એક અભિગમ હેઠળ મોરબી રોડ, કાલાવડ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ રોડ, જામનગર રોડ, ભાવનગર રોડ સહિ‌ત છએય પ્રવેશ દિશાએ કલાત્મક પ્રવેશદ્વાર બનાવવામાં આવશે. મ્યુનિ. કમિશનર અજયકુમાર ભાદુ અને સ્ટે. ચેરમેન ડો. જૈમન ઉપાધ્યાયે પ્રવેશદ્વારને ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો છે. મનપાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકના એજન્ડામાં રાજકોટની તમામ દિશાએ લોકભાગીદારીથી કલાત્મક પ્રવેશદ્વાર બનાવવા અંગેની દરખાસ્ત રજૂ થઇ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. જૈમન ઉપાધ્યાયે આ દરખાસ્ત ઉપર મંજૂરીની મહોર મારતા જણાવ્યું હતું કે, કલાત્મક પ્રવેશદ્વાર એક આગવી ઓળખ ઊભી કરશે. છએય દિશાએ પ્રવેશદ્વાર માટે દાતાઓ મળી ગયા છે. હાઇ-વે ઓથોરિટીની મંજૂરીથી માંડી બાંધકામની જવાબદારી દાતાઓની રહેશે.