રાજકોટ: હવે નવા મતદારોને પાનકાર્ડ જેવા ઇલેક્શન કાર્ડ અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)

- ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા દરેક રાજ્યોને ચૂંટણીકાર્ડને પીવીસી કાર્ડમાં કનવર્ટ કરવા આદેશ

રાજકોટ: હવે પછી દરેક નવા મતદારને લેમિનેશન વાળા ઇલેક્શન કાર્ડને બદલે પાનકાર્ડ જેવા પીવીસી કાર્ડ આપવામાં આવશે. ઇલેક્શન કમિશન દરેક રાજ્યોના ચૂંટણીપંચ દ્વારા નવા પ્રકારના ચૂંટણીકાર્ડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડરો પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના ચીફ ઇલેક્શન ઓફિસર અનિતાબેન કરવાલે જણાવ્યું હતું કે, ઇસીઆઇની સૂચના મુજબ નવા મતદારોને આપવામાં આવનાર ચૂંટણીકાર્ડને લેમિનેશનના બદલે પીવીસી કાર્ડમાં કનવર્ટ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

ઇસીઆઇ દ્વારા દરેક રાજ્યોના ચૂંટણીપંચને પીવીસીના ચૂંટણીકાર્ડ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેના ભાગરૂપે ગુજરાતમાં પીવીસીના ચૂંટણીકાર્ડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આગામી 2 થી 3 માસમાં પાનકાર્ડ જેવા ચૂંટણીકાર્ડ ઇસ્યૂ કરવાની કામગીરી શરૂ થઇ જશે તેમ જણાવવામાં આવ્યું છે.
આગળ વાંચોઃ મતદારના કલર ફોટોગ્રાફ્સ મુકાશે