નવ વર્ષની બાળકીને ઘરમાં પૂરી પાડોશી પ્રૌઢે બીભત્સ છેડછાડ કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રૌઢના પુત્રએ ફરિયાદ નહીં કરવા બાળકીની માતાને ખૂનની ધમકી દીધી
મર્યાદા ચૂકનાર પ્રૌઢ તથા મામલાને દબાવવાનો પ્રયાસ કરનાર તેના પુત્રની પણ ધરપકડ
વાસનાંધ લોકો કયારેક એવું કૃત્ય કરે છે જેનાથી સમગ્ર સમાજ સ્તબ્ધ થઇ જાય છે. આવી જ એક ઘટના ગાંધીગ્રામના જીવંતિકાનગરમાં બની હતી. નવ વર્ષની બાળકીનું બાવડું પકડી તેને ઘરમાં ખેંચી જઇ પાડોશી પ્રૌઢે બીભત્સ અડપલાં કરતા ચકચાર મચી ગઇ હતી. અને પ્રૌઢના પુત્રએ મામલાને દબાવવા માટે આ અંગેની ફરિયાદ નહીં કરવા બાળકીની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી.
જીવંતિકાનગરમાં રહેતા મોચી પરિવારની નવ વર્ષની બાળકી શનિવારે સાંજે પોડાશમાં રહેતા અને ઘર સાથે જ કરિયાણાની વસ્તુ વેચતા જમનાદાસ ત્રિકમદાસ સિંધીના ઘરે બિસ્કિટ લેવા ગઇ હતી. બાળકી ઘરે આવતા જ ઘરમાં એકલા રહેલા જમનાદાસ (ઉ.વ.પ૮)ના માનસમાં હવસનો કીડો સળવળ્યો હતો. અને બાળકીનું બાવડું પકડી પપ્પી કરી અન્ય અશ્લીલ હરકતો શરૂ કરી હતી. અને પ્રૌઢે પોતાના કપડાં કાઢી બાળકી પાસે અધમ કૃત્ય કરાવવા ફરજ પાડી હતી.
પિતા સમાન પ્રૌઢે કરેલા કરતૂતથી ગભરાઇ ગયેલી માસૂમ બાળકીએ બૂમાબૂમ કરતા જમનાદાસ સતર્ક થઇ ગયો હતો. અને કપડાં પહેરી પોતાના ઘરેથી ભાગી ગયો હતો. ઘટનાને પગલે વિસ્તારના લોકો ટોળે વળી ગયા હતા. પરંતુ પ્રૌઢ હાથ નહીં આવતા થોડીવાર બાદ લોકો વિખેરાઇ ગયા હતા.
બનાવની જાણ થતાં સાંજે મોચી પરિવાર સમજાવવા માટે સિંધી પરિવારના ઘરે ગયો હતો ત્યારે લાજવાને બદલે જમનાદાસનો પુત્ર સુનિલ ગાજ્યો હતો. અને ફરિયાદ નહીં કરવા બાળકીની માતાને ખૂનની ધમકી આપી હતી.
વધારે વાંચવા માટે તસ્વીરો બદલતાં રહો...