કોંગ્રેસ \'મોદી રોકો\'ના મુદા સાથે જ ચૂંટણી લડી રહી છે: મોદી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આ વખતની ચૂંટણી પક્ષો નહીં, લોકો લડે છે: મોદી
- કોંગ્રેસ 'મોદી રોકો'ના મુદા સાથે જ ચૂંટણી લડી રહી છે: મોદી
- કોંગ્રેસ ચૂંટણી પરિણામના ડરથી ફફડી રહી છે
- છેલ્લાં ૬૦ વર્ષથી તેમના વંશને કોઈએ પડકાર્યો નથી, તેમનું એકહથ્થુ રાજ ચાલ્યું છે, પણ હવે એક ચાવાળાએ તેમને પડકાર ફેંકતા તેઓ હતાશ થઈ ગયા છે અને તેમને ખાવાનું પચતું નથી. - મોદી


નરેન્દ્ર મોદીએ શનિવારે રાજકોટમાં યોજેલી જાહેરસભામાં એવો દાવો કર્યો હતો કે, આ વખતની ચૂંટણી વિવિધ રાજકીય પક્ષો નહીં બલ્કે ૧૨પ કરોડની જનતા લડે છે. જે કોંગ્રેસને તેનું સ્થાન બતાવી આપશે. ૧૬મીએ કોંગ્રેસીઓ શોધ્યા નહીં જડે. નરેન્દ્ર મોદીએ માંસની નિકાસના હવાલા કૌભાંડના મૂળ દિલ્હીના ૧૦ જનપથ સુધી જતા હોવાનો પણ રાજકોટની સભામાં ખુલ્લો આક્ષેપ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ શનિવારે રાજકોટમાં યોજેલી જાહેરસભામાં એવો દાવો કર્યો હતો કે, આ વખતની ચૂંટણી વિવિધ રાજકીય પક્ષો નહીં બલ્કે ૧૨પ કરોડની જનતા લડે છે. જે કોંગ્રેસને તેનું સ્થાન બતાવી આપશે. ૧૬મીએ કોંગ્રેસીઓ શોધ્યા નહીં જડે.

નરેન્દ્ર મોદીએ માંસની નિકાસના હવાલા કૌભાંડના મૂળ દિલ્હીના ૧૦ જનપથ સુધીજતા હોવાનો પણ રાજકોટનીસભામાં ખુલ્લો આક્ષેપ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસે સરદારના નામે કોઈપણ યોજના આજ સુધી મુકી નથી અને કોંગ્રેસ માત્ર મોદી રોકોના મુદ્દા સાથે જ ચૂંટણી લડી રહી છે. મોદીએ તેના પ્રવચનની શરૂઆતમાં જ કાશીમાં જે જનમેદનીની સુનામી સર્જા‍ઇ હતી અને કોંગ્રેસે આ મેદની ભાડૂતી માણસોની હોવાનો આક્ષેપ કરેલો છે તેની સામે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપના વિરોધીઓએ છેલ્લા ૧૨ વર્ષથી મોદીને બદનામ કરવાની એકપણ તક છોડી નથી.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.....