તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Nandu Education Class Does Not Seal The Building Manapa

નંદુ એજ્યુકેશન કલાસનું બિલ્ડિંગ સીલ કરતું મનપા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બિલ્ડિંગનો પ્લાન રહેણાક હેતુનો હતો

મનપાની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન શાખા દ્વારા મ્યુનિ. કમિશનર અજય ભાદુની સૂચના બાદ આજે સવારે શહેરના વોર્ડ નં-૧૦માં આવેલ કાલાવડ રોડ પર કે.કે.વી.હોલ પાછળ આવેલુ નંદુ એજ્યુકેશન કલાસનું બિલ્ડિંગને હેતુ ફેર ઉપયોગ કરવા સબબ સીલ કરી દેવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.

આ અંગે વધુ વિગત આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર બકુલેશ રૂપાણી તથા વેસ્ટ ઝોન કચેરીના એટીપી એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નં-૧૦માં કાલાવડ રોડ પર કે.કે.વી. હોલની પાછળ આવેલું નંદુ એજ્યુકેશન કલાસના બિલ્ડિંગના મૂળભૂત પ્લાન રહેણાક હેતુનો મંજૂર કરાવ્યા બાદ હેતુફેર કરી આસામીએ વાણિજ્ય હેતુ અંતર્ગત કોચિંગ કલાસ ચલાવવા ઉપયોગ કરવામાં આવતુ હોવાનું ધ્યાને આવતા આજે મ્યુનિ. કમિશનરે આદેશ આપતા ઇમારત સીલ કરાઇ હતી.

દરમિયાન જ્યારે આ બિલ્ડિંગનો રહેણાક હેતુ માટે પ્લાન મુકવામાં આવ્યો ત્યારે પ્લાન રહેણાક હેતુથી વધુ વાણિજ્ય હેતુને બંધ બેસતો લાગતા તંત્ર દ્વારા આસામી પાસે ખુલાસો માગવામાં આવ્યો હતો. ત્યારે તે સમયે પ્લાન મુકનાર અતુલભાઇ ઘિયા નામના આસામીએ મનપા સમક્ષ એવુ સોગંદનામું રજૂ કર્યું હતું કે આ બિલ્ડિંગનો ઉપયોગ સંપૂર્ણપણે રહેણાક હેતુ માટે જ કરવામાં આવશે.

દરમિયાન અતુલભાઇ ઘિયાએ માલિકી બદલતા હાલના માલિક કિરણભાઇ મકવાણા તથા વિજયભાઇ મકવાણાએ આ બિલ્ડિંગમાં નંદુ એજ્યુકેશન કલાસ શરૂ કર્યા હતા. જેથી તેઓને બીપીએમસી એક્ટ ૧૯૪૯ ની કલમ ૨૬૮ હેઠળ હેતુફેર બંધ કરવા માટે ૧૫-૪-૨૦૧૩ના રોજ નોટિસની બજવણી કરી હતી. પરંતુ નોટિસના જવાબ રૂપે આસામીએ કહ્યું હતું કે અમે ટૂંક સમયમાં જ કલાસીસ અક્ષરમાગe પર સ્થળાંતર કરી લેશું.

તાજેતરમાં નોટિસ સમય પૂરો થતા બિલ્ડિંગ સીલ કરાયું હતું. સમગ્ર કામગીરીમાં એસ.બી.છૈયા, એ.એ.ઇ.કારિયા, કોટક, મકવાણા, ચાંપાનેરિયા, વિજિલન્સ પોલીસ ઈન્સ્પેકટર આર.બી.ઝાલા વગેરે સ્ટાફ જોડાયો હતો.