• Gujarati News
  • Music Therapy Day Pandit Sukhad Munde Cure Diabetes With Pakhwaj Playing

મ્યુઝિક થેરાપી ડે: ડાયાબિટીસ પર પખાવજ વાદનથી મેળવ્યો કાબૂ, રોજ દસ કલાક રિયાઝ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: ભારતીય શાસ્ત્રીય સંગીતમાં રોગ મટાડવાની શક્તિ છે તે અંગે અનેક સંશોધનો થયા છે. રાગ અને તાલને સાધનારૂપે શુધ્ધ સ્વરૂપે રજૂ કરવામાં આવે તો પ્રકૃતિ પર પણ તેની આશ્ચર્યજનક અસરો જોવા મળી છે. હવે તો 13મી મે મ્યુઝિક થેરાપી ડે તરીકે ઉજવાય છે, ત્યારે તાજેતરમાં રાજકોટમાં આવેલા પખાવજ વાદક પં. સુખદ મુંડે સાથે મ્યુઝિક થેરાપી અંગે વાતચીત થઇ હતી. સંગીતની માનવ શરીર પર કેવી અદભુત અસર થાય છે તેનું ઉદાહરણ આપતા તેમને પોતાના પિતાની રોગમુક્તિનું ઉદાહરણ આપ્યું હતું. તેમના કહેવા મુજબ તેમના પિતા અને દેશના જાણીતા પખાવજ વાદક માણિક મુંડેએ પખાવજ વાદનથી ડાયાબિટીસ પર કાબૂ મેળવ્યો હતો.
Paragraph Filter

સુખદ મુંડેના શબ્દોમાં જોઇએ તો‘બારેક વર્ષ પહેલા ડોક્ટરોએ મારા પિતા(માણિક મુંડે)ને ડાયાબિટીસ હોવાનું નિદાન કરીને દવાઓ આપી હતી. દેશ વિદેશમાં પખાવજના કાર્યક્રમ આપવા જવામાં તેમને જેટલેગ, રાત્રિના ઉજાગરા, ખાવાની અનિયમિતતા સહિતની મુશ્કેલીઓ નડે, ત્યારબાદ લગભગ એકાદ મહિના સુધી પિતાજીએ રોજિંદા દસેક કલાકનો પખાવજનો પધ્ધતિ અનુસાર રિયાઝ શરૂ કર્યો અને તેના આશ્ચર્યજનક પરિણામો મળ્યા. અત્યારે તેઓ સાવ નોર્મલ છે. તેમણે સ્વિડન મેડિકલ રિસર્ચ સેન્ટરનો એક કિસ્સો પણ ટાંક્યો હતો. પખાવજના વાદન પહેલા તેની એક તરફ બાંધેલો લોટ ચીપકાવવામાં આવે છે. આ લોટની રોટલી બનાવીને સ્ટેમરિંગમ (તોતડાપણુ)થી પીડાતી વ્યક્તિને ખવડાવવામાં આવેતો તેનું તોતડાપણું મહદઅંશે દૂર કરી શકાય. આ પ્રયોગ સ્વિડનમાં ઉપસ્થિતિમાં એક ભારતીય બાળકી પર કરાયો હતો. જેના સફળ પરિણામ મળ્યા હતા. આ લોટ ગૌ માતાને ખવડાવવામાં આવે તો તે દૂધ વધારે આપે છે. તેમના દાવા મુજબ પખાવજ વાદન સાંભળવાથી એસીડીટી અને હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓને પણ રાહત મળે છે.
કયો રાગ અને કઈ વ્યાધીમાં આપે છે રાહત
રાગ(કર્ણાટકી સહિત)અસર (કેટલાક સંશોધકોના દાવા મુજબ)
કાફિશીતળતા આપે છે, મસ્ત મૂડ બનાવે
પૂરિયા ધનશ્રીમગજને તરબતર કરી એસીડીટીમાં રાહત
બાગેશ્રીડાયાબિટીસ અને હાઇપરટેન્શનમાં રાહત
દરબારી કાનડાતનાવ ઘટાડે
ભુપાલી અને તોડીહાઇ બ્લડ પ્રેસરમાં રાહત
અહિર ભૈરવબ્લડ પ્રેસર નોર્મલ રાખવામાં મદદરૂપ
માલકૌંસ અને આસાવરીલો બ્લડ પ્રેસરમાં રાહત
તિલક કમોદ, હંસધ્વની, કલાવતી,દુર્ગાનાડી પર સુખદ અસર
બિહાગ,બહાર(કાનડા), ખમાજઅનિદ્રામાં રાહત, સારી ઉંઘ લાવે
ભૈરવીશરદી,સાયનસ,દાંતના દુખાવામાં રાહત રહે
જયજયવંતી,પૂર્વીશરદી અને માથાના દુખાવામાં રાહત
મલ્હારઅસ્થમા અને લૂ લાગવાના દર્દીને રાહત
હિંડોલ અને મારવાલોહી શુધ્ધ કરવામાં મદદરૂપ
શીવરંજનીયાદશક્તિ વધારવા માટે ઉપયોગી
હિન્ડોલમ્ ને વસંતવાત રોગ અને ગેસની તકલીફમાં રાહત
નટભૈરવીમાનસીક રોગમાં રાહત
કપિડીપ્રેસન અને એંક્ઝાઇટીમાં રાહત
ચારૂકેશી,કલ્યાણી અને ચંદ્રકૌંસહૃદયરોગીને રાહત આપે છે
આગળની સ્લાઈડ્સ દેવવાદ્ય મૃદંગનું જ સ્વરૂપ પખાવજ