તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણછોડનગરમાં છરીના ચાર ઘા ઝીંકી યુવાનને રહેંશી નખાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-નાસ્તાની લારીએ બોલાચાલી થતા ત્રણ શખ્સો છરીથી તૂટી પડયા
-મોટાભાઇને ઇજા, વધુ એક હત્યાથી શહેર ખળભળ્યું


રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. ઉપલાકાંઠા વિસ્તારના રણછોડનગરમાં બે સગાભાઇઓ પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરી એકને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ હતી. જ્યારે ઘવાયેલા એક યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. બેડીપરાના ગંગેશ્વર રોડ પર રહેતો ટીટાભાઇ આંબાભાઇ મકવાણા મંગળવારે સાંજે ઘરેથી પશુઓ માટેનું ખાણ લેવા નીકળ્યો હતો અને રણછોડનગર શેરી નં.૪ના ખૂણે આવેલી નાસ્તાની લારીએ નાસ્તો કરવા ઊભો રહ્યો હતો ત્યારે કુવાડવા રોડ પર રહેતા સંજય નાનજી આહીર સાથે કોઇ મુદ્દે બોલાચાલી થઇ હતી. ઝઘડો થતા ટીટા મકવાણાએ ફોન કરતા તેનો નાનોભાઇ બાબુ ત્યાં દોડી ગયો હતો. સંજય સાથે અન્ય બે શખ્સો પણ હતા અને બંને ભરવાડ ભાઇઓ એકઠા થઇ જતા મામલો બિચકયો હતો.

ઉશ્કેરાયેલા સંજય આહીર અને તેની સાથેના શખ્સો છરીથી મકવાણા બંધુ પર તૂટી પડયા હતા. બાબુને પેટ, પડખું અને દાઢીના ભાગ સહિ‌ત ચાર સ્થળે છરીના ઘા ઝીંકી દીધા હતા અને તેના મોટાભાઇ ટીટાને પણ વાંસામાં છરીનો ઘા હુમલાખોરોએ ઝીંકી દીધો હતો. છરીથી હુમલો કરી ત્રણેય શખ્સો નાસી છૂટયા હતા જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બંને ભાઇઓને લોહિ‌યાળ હાલતમાં ધકાણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. છરીના ઉપરાછાપરી ચાર ઘા ઝીંકાતા બાબુનું સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. હત્યાના બનાવની જાણ થતા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બશિયા સહિ‌તનો સ્ટાફ દોડી ગયો હતો અને ટીટા મકવાણાની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

આ અહેવાલ અંગે વધુ વિગત વાંચવા તસવીર પર કિલક કરો.......

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો