તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફળિયામાં સૂતેલા પિતાને પુત્રએ કુહાડાના ઘા મારી પતાવી દીધા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હત્યા કર્યા બાદ કપાતર પુત્ર આરામથી રૂમમાં જઈ બેસી ગયો
- ખિસ્સા ખર્ચીના પૈસા માગ્યા, પિતાએ મજૂરી કરવાનું કહેતા કુહાડો લઈ તૂટી પડ્યો


પડધરીના વણપરી ગામે બચુભાઇ નાગજીભાઇ સોલંકી નામના પ્રૌઢને તેના સૌથી નાના બેકાર પુત્ર જયંતીએ માથામાં કુહાડાના ચારથી પાંચ ઘા મારીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધા હતા. ખિસ્સા ખર્ચી માટે પૈસા માગનાર બેકાર પુત્રને પિતાએ કામધંધો કરવાનું કહેતા કપાતરે બપોરે નિદ્રાધીન પિતાની હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

ભોગ બનનાર બચુભાઇના ભાઇ થોભણભાઇએ આજે બપોરે દોઢ વાગે પડધરી પોલીસને ફોન કરીને તેના ભાઇની હત્યા થયાની જાણ કરી હતી. હત્યાના બનાવની માહિતી મળતા ફોજદાર વાય.બી.જાડેજા, મદદનીશ ચંદ્રકાન્તભાઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ પહોંચી ત્યારે મકાનના ફિળયામાં બચુભાઇનો લોહી તરબોળ મૃતદેહ પડયો હતો. બચુભાઇને તેના જ પુત્ર જયંતીએ રહેંસી નાખ્યાનું જણાવતા પોલીસે ઘરમાં જ હાજર આરોપીની ધરપકડ કરી કુહાડો કબજે કર્યો હતો.

આગળ વાંચો : પિતાની હત્યા કર્યાનો અફસોસ પણ નહીં!