મનપાએ લીધેલા આરએમડી અને સોપારીના નમૂના ફેઇલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મનપાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા ભાભા એજન્સીમાંથી પકડાયેલો આરએમડી ગુટખાનો અને અમર એજન્સીમાંથી લેવાયેલો સોપારીનો નમૂનો પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં બન્ને નમૂના ફેઇલ થયા હતા.

રાજકોટ મનપાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા કુવાડવા રોડ પર ભારત પેટ્રોલ પંપની પાસે આવેલી ડી.એચ.ચેમ્બર્સમાં રાજકુમાર દયારામ ક્રિષ્નાણીની ભાભા એજન્સીમાંથી આર.એમ.ડી. ગુટખાના ૬૦ પાઉચ બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા.

આ ગુટખાના જથ્થાને ફૂડ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. જેમાં નિકોટીન હોવાનું સાબિત થતા નમૂનો ફેઇલ ગયો હતો. આ ઉપરાંત કરણપરા ચોકમાં સત્કાર કોમ્પ્લેક્સમાં આવેલી દિલીપ લક્ષ્મણદાસ તખતાણીની અમર એજન્સીમાંથી રોશન ગોલ્ડ સોપારીના પાઉચનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ નમૂનો ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાતાં તેમાં આરોગ્ય માટે હાનિકારણ કલર હોવાનું ખુલ્યું હતું. આ બન્ને નમૂના ફેઇલ જતાં કમિશનરને જાણ કરીને બન્ને વેપારીઓ સામે કાર્યવાહી કરવાની મંજૂરી માગવામાં આવી છે.