તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિથી ધનતેરસ સુધીમાં શહેરમાં ૧૧૦૦થી વધુ ફ્લેટના દસ્તાવેજ થયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેર સહિ‌ત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા લાંબા સમયથી રિયલ એસ્ટટ ક્ષેત્રે કારમી મંદી જોવા મળી રહી છે. ગતવર્ષે અપૂરતા વરસાદના કારણે રિયલ એસ્ટેટ એટલે કે ખેતર, જમીન, મકાન, ફ્લેટ, દુકાન તથા પ્લોટ સહિ‌તના ખરીદ-વેચાણની પરિસ્થિતિ કંઇક આવી છે. રાજકોટ શહેરની દસ્તાવેજ નોંધણીની આઠ કચેરીઓમાં નવરાત્રિથી આજદિન સુધીમાં ફ્લેટ-મકાનમાં ૧૧૦૦ થી વધુ દસ્તાવેજોની નોંધણી થઇ હોવાનું જણાય છે.

શહેરના રૈયા અને માધાપર વિસ્તારમાં એટલે કે ઝોન-૩,૪માં નવરાત્રિથી અત્યાર સુધીમાં ૭૦૦ થી વધુ વેચાણ દસ્તાવેજો થયો છે. ઝોન-૧ એટલે કે શહેરના વોર્ડ નં ૧ થી ૧૦માં નવરાત્રિથી આજ દિનસુધી માત્ર આઠ વેચાણ દસ્તાવેજો થયા છે. ઝોન-૨માં રાજકોટ શહેરના સિટી સર્વે નં-૧૧ થી ૧૩ અને ૧૭-૧૮, તદ્ઉપરાંત રાણકી, ગૌરીદળ અને રતનપરનો સમાવેશ થાય છે.જેમાં સરેરાશ ૨૦૦ થી ૨પ૦ જેટલા દસ્તાવેજની નોંધણી થઇ છે.

ઝોન-૬માં મવડી, કણકોટ, રામનગર વિસ્તારમાં પણ દસ્તાવેજોની નોંધણી નહીંવત રહી છે. ટૂંકમાં નવરાત્રિથી આજ દિવસ સુધીમાં એટલે કે છેલ્લાં વીસેક દિવસમાં ૧૧૮૬ જેવા દસ્તાવેજો થયા છે. એની સામે ર્મોગેજના દસ્તાવેજોની નોંધણીનું પ્રમાણ ત્રણ ગણું જોવા મળી રહ્યું છે.

કલેક્ટર તંત્રની બિનખેતી શાખામાં મંદી

રાજકોટ જિલ્લા કલેક્ટરે છેલ્લા એકાદ માસમાં માત્ર છ જેટલી બિનખેતી ફાઇલો ક્લિયર કરી ઓર્ડરો જાહેરમાં આપ્યા હોવાનું જણાય છે. રેવન્યુ વર્ષ જુલાઇ-૨૦૧૩ થી શરૂ થયું છે. જૂન-૨૦૧૪માં પૂરું થનાર છે. જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર ચાર માસ દરમિયાન જિલ્લા કલેક્ટરે બિનખેતી શાખામાં ૩પ જેવી ફાઇલો બિનખેતી માટે રજૂ થઇ છે. ૨૦૧૨-૧૩ સમયગાળા દરમિયાન ૧૧૬ જેવી ફાઇલનો જ નિકાલ કરાયો હોવાનું જણાય છે. આ કામગીરીમાં ભારે ઓટ ચાલતી હોવાનું સૂત્રો જણાવે છે.