આજે મોદીના હસ્તે ૨૬૨૪ ક્વાર્ટરની આવાસનું ભૂમિપૂજન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દરેક ક્વાર્ટરમાં બે રૂમ, રસોડાની સુવિધા ઉપરાંત આવાસ યોજનામાં લાઇટ, બગીચો, મેદાન પણ બનાવાશે ઇન-સી-ટુ આવાસ યોજના હેઠળ રાજકોટમાં વધુ ત્રણ સ્થળે મહાપાલિકા ક્વાર્ટર બનાવવા જઇ રહી છે. કુલ ૨૬૨૪ ક્વાર્ટરની આ ત્રણ આવાસ યોજનાના ભૂમિપૂજન માટે આવતીકાલે મુખ્યમંત્રી મોદી રાજકોટ આવી રહ્યા છે. ચૂંટણી પહેલા આ યોજનાનું ભૂમિપૂજન કરી લેવાની ગોઠવણની સાથોસાથ મનપાએ અત્યાર સુધી બનાવેલી આવાસ યોજનામાં ફાળવણી નથી કરાઇ તેવા ૧પ૦૦ જેટલા ક્વાર્ટરનો ડ્રો પણ બીજા દિવસે રાખી દેવાની ગોઠવણ કરી નાખવામાં આવી છે. રાજકોટના અલગ અલગ ત્રણ સ્થળે બીએસયુપી ફેઇઝ ૩ હેઠળ આવાસ યોજના બનવાની છે. મ્યુનિ. કમિશનર અજયકુમાર ભાદુ અને બાંધકામ સમિતિના ચેરમેન અરવિંદ રૈયાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રૂખડિયાપરામાં ૨૮૦ ક્વાર્ટર, કુબલિયાપરામાં ૭૭૬ ક્વાર્ટર તેમજ રૈયાધાર વિસ્તારમાં ટીપી ૨૨ના વિવિધ પ્લોટમાં ૧પ૬૮ ક્વાર્ટર મળીને કુલ ૨૬૨૪ ક્વાર્ટરની આવાસ યોજનાઓ બનાવવામાં આવશે. ક્વાર્ટરના બાંધકામમાં એક યુનિટનો એરિયા ૩૧.૯૪ ચો.મી. રહેશે. દરેક ક્વાર્ટરમાં એક હોલ, એક બેડરૂમ, એક રસોડું તેમજ ટોઇલેટ અને બાથરૂમની સુવિધા આપવામાં આવશે. આવાસ યોજનાની આંતર માળખાકીય સુવિધામાં પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, બગીચો, રમતગમતનું મેદાન, હેલ્થ સેન્ટર, બાલવાડી, આંગણવાડી બનાવાશે. આવતીકાલે આવાસ યોજનાઓના ભૂમપિૂજનનો કાર્યક્રમ સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુના મેદાનમાં રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મોદીના હસ્તે અને મેયર જનકભાઇ કોટકના અધ્યક્ષસ્થાને ભૂમપૂજન થશે. - ૧૫૦૦ ક્વાર્ટર માટે ૧૨ હજાર અરજદારો નવી આવાસ યોજનાઓમાં હજુ સંખ્યાબંધ ક્વાર્ટરો ફાળવણી વગરના પડ્યા છે ત્યાં નવી આવાસ યોજના? એવો સવાલ ન ઉઠે એ માટે નવી આવાસ યોજનાના ભૂમપિૂજનના બીજા જ દિવસે બીએસયુપી ૧ અને ૨ની આવાસ યોજનાના ૧પ૦૦ ખાલી ક્વાર્ટરનો ડ્રો બુધવારે રાખવામાં આવ્યો છે. ડ્રોમાં ૧૨૦૦૦ અરજદારો વચ્ચે ડ્રો થવાનો છે.