રાજકોટ જેલમાં કુખ્યાત કેદી મુકેશ હરજાણી પાસેથી મોબાઈલ મળ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મુકેશ સહિ‌ત બે કેદી સામે ફરિયાદ: જેલના ચાર સિપાહી ઉપર મદદગારીનો આરોપ

મિનિ મોબાઈલ શોપ બની ગયેલી રાજકોટ મધ્યસ્થ જેલમાં સુરતના કુખ્યાત અપરાધી મુકેશ દોલતરામ હરજાણી પાસેથી મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. કેદીઓ પાસેથી મોબાઈલ મળવાની દોઢ માસમાં આ અગિયારમી ઘટના છે. જેલ સ્ટાફ વિના પ્રતિબંધીત ચીજવસ્તુઓ ઘુસાડવી અશકય છે પરંતુ તેમની સામે પૂરાવા મળતા ન હતા. આ વખતે પહેલીવાર જેલના ચાર સિપાહી સામે પણ કેદીઓને મોબાઈલ પહોંચાડવા માટે મદદગારી કરવાનો સંગીન આરોપ મુકવામાં આવતા જેલતંત્રમાં સન્નાટો પ્રસરી ગયો છે.

મુકેશ પકડાયો ત્યારે ૨૦૦થી વધુ સીમકાર્ડ મળ્યા હતા
ખૂંખાર ગુનેગાર મુકેશે નબીરાઓ અને ઉદ્યોગપતિઓને ખંડણી માટે ધમકીઓ આપીને કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. અનેક ગુનામાં ફરાર મુકેશને શોધવા પોલીસે આકાશ-પાતાળ એક કર્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુકેશને પંજાબથી પકડયો ત્યારે તેની પાસેથી ૨૦૦થી વધુ સીમકાર્ડ મળી આવ્યા હતા.

મુકેશ સામે હત્યા-ખંડણીના અસંખ્ય ગુનો નોંધાયા હતા

આંતરરાજ્ય ગુનેગાર મુકેશ હરજાણી સામે સુરત સહિ‌ત રાજ્યભરમાં હત્યા અને ખંડણીના અસંખ્ય ગુના નોંધાઈ ચૂકયા છે. સુરતમાં ડોન તરીકે ઊભરી આવેલા મુકેશ હરજાણીના નામથી ભલભલા ગુનેગારો પણ થરથરતા હતા.