સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્રઋતુનો માહોલ જારી: તડકો આકરો થયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવારે ઠંડી બાદ બપોરે સૂર્યનારાયણના ઉગ્ર મિજાજનો પરિચય: અમરેલી ૩૮.૨ ડિગ્રી
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ મિશ્રઋતુનો અનુભવ જારી રહ્યો હતો. સવારે લઘુતમ તાપમાન અનેક સ્થળોએ ૨૦ ડિગ્રીથી નીચું ઉતરી જાય છે જ્યારે બપોર પડતાં જ પારો ૩૮ ડિગ્રીને પાર જતો હોઇ આકરા તાપનો અનુભવ થાય છે. આવતીકાલથી ગરમી સહેજ વધવાના પણ એંધાણ છે.
આજે રાજકોટમાં ગઇ કાલની સરખામણીમાં ગરમી જળવાઇ રહી હતી. સવારે હવામાન ખુશનુમા રહ્યું હતું. સૂર્યનારાયણ પડમાં આવતાં જ ગરમીનો પારો ઊંચકાયો હતો. આજે રાજકોટમાં મહત્તમ પારો ૩૭.૯ ડિગ્રીએ પહોંચ્યો હતો. ન્યૂનતમ તાપમાન થોડું ઊંચું રહ્યું હતું. જે ૨૦.૭ ડિગ્રી નોંધાયું હતું.આજે અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને કંડલામાં પારો ૩૮ ડિગ્રીને પાર કરી ગયો હતો. જ્યારે રાજકોટ, જામનગર, પોરબંદર, ભાવનગર, મહુવા, નલિયામાં પારો ૩પ ડિગ્રી ઉપર રહ્યો હતો.
હવામાનખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી બે દિવસ ગરમીમાં સહેજ વધારો થવાની સંભાવના છે. જોકે હજુ ઉત્તર-પૂર્વના પવન વહેતા હોઇ રાત્રિથી સવાર સુધી ગરમીમાં રાહત રહેતી હોય છે. હવે પવનની દિશા બદલાઇને ઉત્તર-પ‌શ્ચિ‌મના પવન થયા બાદ ઉનાળો અસ્સલ સ્વરૂપ બતાવે તેવી સંભાવના છે. બીજી તરફ દિનપ્રતિદિન તડકો વધુને વધુ આકરો થતો જાય છે. ઉનાળો બેસી ગયો છે.
વિવિધ શહેરોનું તાપમાન
શહેર મહત્તમ ન્યૂનતમ
રાજકોટ ૩૭.૯ ૨૦.૭
જામનગર ૩૬.૩ ૧૬.૩
અમરેલી ૩૮.૨ ૨૧.૪
પોરબંદર ૩૭.૪ ૧૯.૬
ભાવનગર ૩૬.૮ ૧૯.૬
દ્વારકા ૩૪.૨ ૨૧.૨
ઓખા ૩૦. ૨૧.
વેરાવળ ૩૨.૨ ૨૧.૬
મહુવા ૩૭.૬ ૮.૭
સુરેન્દ્રનગર ૩૮.૩ ૨૨.૩
દીવ ૩૩.પ ૧૮.૬
ભુજ ૩૭.૮ ૨૨.