તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલાટીમંત્રી (પંચાયત)ની પરીક્ષામાં ક્લાર્કનાં પેપર ધાબડી દેવાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-રાજકોટ જિલ્લામાં પરીક્ષા આપનાર અનેક ઉમેદવારોને અન્યાય
-જવાબ સાચા છે કે ખોટા તેની આન્સર કીમાં ચકાસણી દરમિયાન સ્પર્ધકોને જાણ થતા મચી ગયેલો હોબાળો


રાજકોટ જિલ્લામાં ગત ૨૩ ફેબ્રુઆરીના રોજ લેવાયેલી તલાટી કમ મંત્રી (પંચાયત)ની પરીક્ષામાં જુનિયર ક્લાર્કના પેપર આપી દેવાતા ભારે હોબાળો થયો છે. રાજકોટની ચૌધરી હાઇસ્કૂલમાં કુવાડવા નજીક આવેલા ખેરડી ગામના ગોવિંદ પ્રેમજીભાઇ જમોડ અને રાજકોટના મવડી પ્લોટમાં રહેતા ભૌતિક શામજીભાઇ વસોયાએ તલાટીની પરીક્ષા આપી હતી. પરંતુ આ બન્ને સ્પર્ધકોએ પરીક્ષા આપ્યાના બીજા દિવસે પોતે કેટલા જવાબ સાચા લખ્યા છે તેની ચકાસણી કરવા આન્સર કીમાં જવાબો જોતા પોતે લખેલા મોટાભાગના જવાબો ખોટા હતા.

આથી કશુંક ખોટું થયાનું જણાઇ આવતા તેઓએ તલાટીની પરીક્ષા આપનાર અન્ય સ્પર્ધકોનું પેપર મગાવતા પરીક્ષાખંડમાં પોતાને અપાયેલું પેપર તલાટીના બદલે આગલા દિવસે લેવાઇ ગયેલી જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી બન્ને સ્પર્ધકોએ ન્યાય નહીં મળે તો ર્કોટના દ્વાર ખટખટાવવાની ચીમકી ઉચ્ચારી હતી. તલાટીકમ મંત્રીની પરીક્ષામાં ભાજપના આગેવાન ચંપાવતે કૌભાંડ કર્યું હોવાની રજૂઆત રાજકોટમાં આમ આદમીના કાર્યકરોએ કલેક્ટરને કરી આ અંગેની તપાસ સીબીઆઇને સોપવા માગ કરી હતી.

વધુ વિગત વાંચવા માટે તસવીર પર ક્લિક કરો......

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો