તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હૂંફ અને પ્રેમની ઝંખનામાં માસૂમ બાળકીએ ઘર છોડયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-અંતે દોઢ મહિ‌ને મમતામયી માતા સાથે થયું પુન: મિલન : અનોખી સત્ય ઘટનાનો આવ્યો સુખાંત

માત્ર સાત વર્ષની એક માસૂમ બાળા આસપાસ ઘૂમતી આ સત્યકથા છે. તેમાં બીમાર માતાની મમતા છે, પ્રેમ અને હૂંફ ઝંખતી બાળાની વેદના છે. માત્ર સાત વર્ષની બાળાની અભૂતપૂર્વ બૌધ્ધિક પરિપક્વતા પણ આ કથામાં છે અને સાથે જ સાવ ત્રાહિ‌ત વ્યક્તિઓ તથા પોલીસે દાખવેલી અનુકંપા અને માનવતા પણ આ કથામાં છલકે છે. વાત છે કોઠારિયા રોડ પર બ્રાહ્મણિયાપરામાં રહેતી સાત વર્ષની બાળકી લક્ષ્મીની. લક્ષ્મીના માતા મંજુબેન મૂળ કર્ણાટકના છે, ત્યાં એમણે કરેલા લગ્ન થકી લક્ષ્મીની ભેટ મળી. પણ, પછી વિધાતા રૂઠયા. મંજુબેને છૂટાછેડા લીધા. પોતાની માતા પાસે લક્ષ્મીને મૂકીને આવ્યા રાજકોટ. ત્યાં કરશનભાઇ નામના શ્રમિક સાથે આંખ મળી ગઇને બન્નેએ લગ્ન કરી લીધા. બન્નેનું જીવન સુખમય પસાર થતું હતું. પણ, પુત્રી વગર માતા મંજુબેનની મમતા રડતી હતી.

તેમણે લક્ષ્મીને રાજકોટ બોલાવી લીધી. પણ, એ દરમિયાન મંજુબેન બીમાર પડયા. નાનકડી લક્ષ્મી માથે માતાને સાચવવાની જવાબદારી આવી ગઇ. માસૂમ બાળકી તેની બીમાર માતાની સેવામાં લાગી ગઇ. ઘર પાસેની શેરીમાં અન્ય બાળકો રમતા હોય ત્યારે ત્યાં જવાનું તેને મન થાય. પણ, તો પછી માતા પાસે કોણ રહે ? લક્ષ્મીની જિંદગી ઘરની ચાર દિવાલોમાં કેદ થવા લાગી. માસૂમ બાળકી જિંદગીની વાસ્તવિકતાને સમજી શકવા જેવી પરિપક્વ ન હતી. તેનું હૈયુ ઝંખતું હતું લાડકોડ, પ્રેમ અને હૂંફને. કર્ણાટકમાં નાની પાસે અત્યંત લાડકોડમાં ઉછરેલી લક્ષ્મીનો જીવ ગૂંગળાવા લાગ્યો અને એક દિવસ એ નાસી છૂટી. ખૂબ તપાસ બાદ તે સોમનાથમાંથી મળી આવી. લક્ષ્મીને છાતીએ લગાડીને માતા મંજુબેન ધ્રૂસકે ધ્રૂસકે રડયા. એ બનાવ બાદ મંજુબેન વધુ સાવચેત બન્યા. કરશનભાઇ કામે નીકળે એટલે ઘરના દરવાજા મંજુબેન અંદરથી તાળાં મારી દે.

વધુ વિગત વાંચવા માટે તસવીર પર ક્લિક કરો......

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો