તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ કૌભાંડ : ‘ચ’ બાદ ભાજપના પૂર્વમંત્રીના પુત્રની કોલેજમાં માસકોપી કેસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાજપના પૂર્વ મંત્રીના પુત્રની કોલેજમાં માસ કોપીકેસથી શિક્ષણજગત સ્તબ્ધ

- દીકરીઓને મફત શિક્ષણ આપવાની જાહેરાત કરનાર કોલેજના કૌભાંડથી વિદ્યાર્થી આલમમાં પણ ચર્ચા
- ચન્દ્રકાંત હિ‌રાણી બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીના વધુ બે ભાજપ સમર્પિ‌ત સિન્ડિકેટ સભ્યની કોલેજના ગોટાળા બહાર આવ્યા


રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી તક્ષશિલા એન્જિનિયરિંગ કોલેજનું માસકોપી કેસનું કૌભાંડ બહાર આવતા શિક્ષણજગતમાં હલચલ મચી ગઇ છે. ભાજપ સરકારના પૂર્વ મંત્રીના પુત્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીના બે સિન્ડિકેટ સભ્યની કોલેજમાં ચાલતા મહાભયંકર ગોટાળાથી વિદ્યાર્થી આલમ પણ ચોંકી ઊઠયો છે. એક સાથે પ૧ વિદ્યાર્થીઓને માસકોપી કેસમાં કડક સજાની ભલામણ કરવામાં આવી છે. કોલેજને પાંચ વર્ષનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પાંચ વર્ષ સુધી પરીક્ષા સેન્ટર રદ કરી દેવામાં આવ્યું છે આ બાબતે સૌરાષ્ટ્રના ભાજપ વર્તુળોમાં પણ અનેકવિધ ચર્ચાઓ ઊઠી છે.

તક્ષશીલા કોલેજમાં ઇજનેરી શાખાના છઠ્ઠા સેમેસ્ટરના ૧૦૨ વિદ્યાર્થીઓ કોપીકેસમાં પકડાયા હતા. આ અંગે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિ‌ટીમાં (જીટીયુ) હિ‌યરિંગ રાખવામાં આવ્યું હતું જેમાં પ૧ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ચોરી કરી હોવાનું પુરવાર થયું હતું આથી કોલેજને વિદ્યાર્થી દીઠ પાંચ હજારના હિ‌સાબે દંડ કરવામાં આવ્યો હતો અને પરીક્ષા સેન્ટર પાંચ વર્ષ માટે રદ કરી નાખવામાં આવ્યું હતું. શિક્ષણક્ષેત્રે ભાજપના આગેવાનો કેવા ભયંકર ગોટાળા કરી રહ્યા છે તેની વિગતો દિવ્ય ભાસ્કરે થોડા દિવસ પહેલાં જ સ્ટિંગ ઓપરેશન કરીને બહાર લાવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીના સિન્ડિકેટ સભ્ય ચંદ્રકાંત હિ‌રાણીના પુત્ર ડમીકાંડમાં પકડાયા હતા.