તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Manapana New Opposition Leader Praveen Rathod, A Similar Ruling Upset

મનપાના નવા વિપક્ષી નેતા પ્રવીણ રાઠોડ, શાસક જેવો જ અપસેટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગાયત્રીબા વાઘેલાનું નામ છેલ્લી ઘડી સુધી આગળ હતું
- કોંગ્રેસના મોવડીઓએ પણ કોથળામાંથી બિલાડું કાઢયું અને સૌની ગણતરી ઊંધી વાળી દીધી


રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીની પસંદગીમાં જે રીતે મેયર, ડેપ્યુટી મેયરમાં અપસેટ સર્જાયો એવું જ પુનરાવર્તન વપિક્ષી નેતામાં થયું છે. વિપક્ષી નેતા તરીકે છેલ્લે સુધી જેનું નામ આગળ હતું તે ગાયત્રીબા વાઘેલાના બદલે પ્રવીણ રાઠોડ ઉપર પસંદગીનો કળશ ઢોળાયો છે. લાલ લાઇટવાળી કારનો માભો કોને આપવો એ નામની પસંદગી દાવેદારોની લાંબી રેસ વચ્ચે આટલો સમય ઘોંચમાં પડી રહી હતી. અંતે પ્રદેશમાંથી આજે મોડી સાંજે પ્રવીણ રાઠોડનું નામ જાહેર કરાયું હતું.

શાસકપક્ષમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ અને ૧૫ કમિટીના ચેરમેનની નિમણુંક થઇ એ જ સમયે વપિક્ષી નેતાની મુદત પણ પૂરી થઇ ગઇ હતી. મુદ્દત પૂરી થઇ એ પહેલા જ ઈચ્છુકોની ઉછળકૂદ શરૂ થઇ ચૂકી હતી. દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. ગાયત્રીબા વાઘેલા, એક વખત વપિક્ષી નેતા બની ચૂકેલા વશરામ સાગઠિયા, શરદ તલસાણિયા, કેયુર મસરાલી તેમજ પ્રીતિબેન દેસાઇ, પ્રવીણ રાઠોડ રેસમાં આવી ગયા હતા.

ઉક્ત નામોમાંથી ગાયત્રીબા વાઘેલાનું નામ આગળ હતું. તેઓ જ વિપક્ષી નેતા બનશે તેવું પાકા પાયે મનાતું હતું. કોર્પોરેશનના એક કાર્યક્રમમાં આમંત્રણ કાર્ડમાં નિમંત્રકોમાં પણ ગાયત્રીબાનું નામ છપાયું હતું. પસંદગી માટે પ્રદેશમાંથી આગેવાનો સેન્સ લેવા આવ્યા હતા ત્યારે પણ વિપક્ષી નેતા ‘મારે બનવું છે’ની આંતરિક લડાઇ થઇ હતી. જો કે નિરીક્ષકોએ કોઇ નિર્ણય જાહેર કર્યો ન હતો.

દાવેદારો વચ્ચે જે રીતે રેસ લાગેલી હતી એ જોતા પ્રદેશના નેતાઓ પણ પસંદગી મામલે ચકરાવે ચડ્યા હતા. અંતે આજે મોડી સાંજે પ્રવીણ રાઠોડ નવા વપિક્ષી નેતા બનશે એવો નિર્ણય લેવાયો હતો.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયરની પસંદગીમાં જેવો અપસેટ સર્જાયો હતો એવો જ હવે વપિક્ષી નેતાની પસંદગીમાં થયો છે.

પ્રવીણ રાઠોડની પસંદગી મોવડીઓએ કરી છે ત્યારે તેઓ પણ વિરોધપક્ષના નેતા તરીકેની ભૂમિકા સબળ રીતે ભજવી શકે તેટલાં સક્ષમ તો છે જ. પરંતુ જે આગેવાનોના નામ વિરોધ પક્ષના નેતા તરીકે આગળ ચાલતા હતા તેઓ જરૂર નારાજ થયા હશે અને તેઓ કદાચ પોતાના જ પક્ષના નેતાને સાથ ન આપે તો એકલાહાથે વિરોધ કેવી રીતે થઇ શકે ?

-એક જ વોર્ડમાંથી રિપીટ ન કરવાની થિયરી પણ બંધ બેસતી નથી

ગાયત્રીબા વાઘેલાની પસંદગી ન કરવા પાછળ જો એવું કારણ વિચારવામાં આવે છે કે અતુલ રાજાણી એ જ વોર્ડના હતા. એક જ વોર્ડમાંથી લેવાના બદલે અન્ય વોર્ડને સાચવવો. જો આ ગણતરી હોય તો પ્રવીણ રાઠોડ જે વોર્ડના કોર્પોરેટર છે એ જ વોર્ડમાંથી કેયુર મસરાણીને પણ વિપક્ષી નેતા બનાવાયા હતા. માટે રિપીટની થિયરી પણ બંધ બેસતી નથી.