તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Manapa 10 Thousand Houses Every Year, Making It The Year Action Plan

મનપા દર વર્ષે ૧૦ હજાર આવાસ બનાવશે, પ વર્ષનો એકશન પ્લાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એકશન પ્લાન તૈયાર કરી ગુજરાત સરકારને મોકલાશે

રાજકોટ મનપાએ એફોર્ડેબલ હાઉસિંગ યોજના અંતર્ગત દર વર્ષે ૧૦ હજાર આવાસ બનાવવાના એકશન પ્લાનની તૈયારી કરી છે. રાજ્ય સરકારે પાંચ વર્ષનો આખો એકશન પ્લાન તૈયાર કરી મોકલાવવાનો આદેશ કર્યો છે. શહેરની કઇ ટીપી સ્કીમમાં એસઇડબલ્યુએસના પ્લોટ કઇ જગ્યાએ અને કેટલા આવેલા છે એ સહિતની વિગતો સાથે એકશન પ્લાન તૈયાર કરવા આવાસ યોજના વિભાગે તૈયારી શરૂ કરી છે.

શહેરી ગરીબોને પરવડે એવા મકાનની યોજના સંદર્ભે રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકા પાસે જમીનની ઉપલબ્ધિની વિગતો મગાવી છે. આ અંગે મ્યુનિ. કમિશનર ભાદુએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલ મહાનગરપાલિકા પાસે જયા આવાસ બનાવી શકાય એવી ૪.૩૨ લાખ ચો.મી. જમીન છે.

આ જમીન પર પ્રતિ વર્ષ રૂ. ૧૦ હજાર આવાસ બનાવવાની તૈયારી સાથે પાંચ વર્ષનો એકશન પ્લાન તૈયાર કરીને સરકારને આપવાનો છે. પાંચ વર્ષમાં પ૦ હજાર આવાસ બનાવવાની તૈયારી સાથે તેની સંપૂર્ણ વિગત સાથેનો એકશન પ્લાન તૈયાર કરવા આવાસ યોજના ડિપાર્ટમેન્ટ અને ટાઉન પ્લાનિંગ શાખા બન્નેને આદેશ અપાયો છે.

- રાજીવ ગાંધી આવાસ યોજના માટે ટેન્ડર તૈયાર

મહાનગરોમાંથી સ્લમ એરિયા ઓછો કરવા કેન્દ્ર સરકારે ઝૂંપડપટ્ટીના સ્થાને જ આવાસ યોજના બનાવવાની રાજીવ ગાંધી આવાસ યોજના બનાવી છે. રાજકોટમાં તેનો પાઇલોટ પ્રોજેક્ટ યુનિવર્સિટી રોડ પર નટરાજનગરમાં બનવાનો છે. તેના માટે ટેન્ડર ટૂંક સમયમાં જ પ્રસિધ્ધ થવાનું છે.

- ટીપી સ્કીમો ફાઇનલ થાય તો વધુ ૯ લાખ ચો.મી. જમીન મળે

રાજકોટની ૧૪ જેટલી ટીપી સ્કીમો સરકારમાં સલવાયેલી પડી છે. તેના કારણે શહેરનો વિકાસ તો રૂંધાયો જ છે પણ સાથે ગરીબો માટેના આવાસને પણ ગ્રહણ લાગેલું છે. જો પેનિં્ડગ તમામ ટીપી સ્કીમ ફાઇનલ થઇ જાય તો આવાસ યોજના માટે વધુ ૯ લાખ ચો.મી. જમીન છુટી થઇ શકે તેમ છે.