'વૈષ્ણવજન..'ને મુસ્લિમ કલાકાર આપશે અનેરો ઓપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- 'વૈષ્ણવજન..'ને મુસ્લિમ કલાકાર આપશે અનેરો ઓપ
- અભિનવ પ્રયોગ -ગાંધીજીના પ્રિય ભજનને ઓસમાણ મીર સહિ‌તના ૨૦ જેટલા કલાકારો ભજનને સહિ‌યારો કંઠ આપશે


પંદરમી સદીમાં ભક્ત કવિ નરસિંહ મહેતાએ રચેલા 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ ..' રાષ્ટ્રપિતા ગાંધીજીના પ્રિય ભજનો પૈકીનું એક હતું. આ રચનાને ક્યારેય ભાષાના કે ધર્મના સીમાડા નડયા નથી. ભારત રત્ન એમ એસ સુબ્બુલક્ષ્મી, પંડિત જશરાજથી માંડીને છેલ્લે ભૂપેન હઝારિકા સુધીના ટોચના કલાકારો આ ભજનને કંઠ આપવામાં પોતાનું સૌભાગ્ય સમજ્યું છે. હવે આ ભજનનો એક અભિનવ પ્રયોગ રાજકોટના એક મુસ્લિમ કલાકાર દ્વારા કરાશે. જેને પગલે આ ભજનને ઓસમાણ મીર અને કીર્તિ‌દાન ગઢવી સહિ‌તના ૨૦થી વધુ કંઠના કસબીઓ સહિ‌યારો કંઠ પ્રાપ્ત થશે અને આ ભજનનો વીડિયો તૈયાર થશે.

બોલિવૂડમાં પણ આવો પ્રયોગ થઇ ચૂક્યો છે.રાજકોટના કલાકાર સોહિ‌લ બ્લોચને આ વિચાર 'મિલે સૂર મેરા તુમ્હારા' ગીતથી સ્ફૂર્યો હતો. ગાંધીજીના આ ભજનને રાજકોટના જ ૨૦થી વધુ ગાયકો પાસે સહિ‌યારું ગવડાવવા માટે બીડું ઝડપ્યું. શહેરની ખાનગી સ્કૂલમાં મ્યુઝિક ટીચર તરીકે સેવા આપતા સોહિ‌લ કહે છે 'રાજકોટનું સંગીત ક્ષેત્રે પ્રદાન કેટલું અનેરું છે તે દર્શાવવાની આ તક છે. દરેક કલાકારો પાસે આ ભજનની એક એક પંક્તિ ગવડાવવાની છે. જેના માટે ઓસમાણભાઇ, કીર્તિ‌દાનભાઇ, હેમંત ચૌહાણ સહિ‌તના કલાકારોએ સહમતી આપી દીધી છે, અન્ય કલાકારો પાસે પણ સમય માગવામાં આવી રહ્યો છે.

આગળ વાંચો, આ કલાકારો કંઠ આપશે, રાજકોટના સંગીતકાર પંકજ ભટ્ટે લતાજી પાસે આ ભજન ગવડાવ્યું હતું, આ ભજન વિશ્વવ્યાપી છે: ઓસમાણ મીર, અનેક ફિલ્મોમાં સમાવેશ