તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમાંધ યુવાને પરિણીત પ્રેમિકાની હત્યા કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતાં પ્રેમિકાના ઘરમાં ઘૂસી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા
-
મોરબીના ઘૂંટું ગામે દિવાળીની રાતે ખૂનની હોળી ખેલી: ઘરમાં ખુલ્લી છરી સાથે ઘૂસી જઇ

મોરબીના ઘૂંટું ગામે દિવાળીની રાતે પ્રેમમાં પાગલ પ્રેમીએ ખૂનની હોળી ખેલતા નાના એવા ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. દીપાવલી મનાવવા પિયરે આવેલી પરિણીત યુવતીને તેના પૂર્વ પ્રેમીએ આડેધડ છરીના ઘા ઝીકીને ઘાતકી હત્યા કરી નાખતા હાહાકાર મચી જવા પામ્યો હતો. લગ્ન થયા બાદ પ્રેમ સબંધ રાખવાનો પરિણીતા ઇનકાર કરતી હોવાથી તેના પ્રેમીએ તેની પૂર્વ પ્રેમિકાનો મોતને ઘાટ ઉતારી પોલીસમાં હાજર થઇ જઇ ગુનાની કબૂલાત કરતાં તેને જેલહવાલે કરાયો છે.

મોરબી પંથકમાં પ્રેમ સંબંધને કારણે હત્યાનો હિ‌ચકારો બનાવ બનવા પામ્યો છે. અને દીપાવલીનો પર્વ રક્ત રંજીત બન્યો હતો. હળવદના સુંદરીભવાની ગામે રહેતી મીરાબેન જીજ્ઞેશભાઇ દવે (ઉ.વ.૨પ) નામની પરિણીતા તેની અઢી વર્ષની પુત્રી સાથે બીજી નવેમ્બરે મોરબીના ઘૂંટુ ગામે તેના પિતા નરેન્દ્રભાઇ ઠાકરના ઘરે દિવાળીનો તહેવાર મનાવવા આવી હતી. દિવાળીની રાતે ઘર બહારના આંગણામાં માતા અને નાનીબહેન સાથે રંગોળી બનાવી રહી હતી દરમિયાન અચાનક જ ત્યાં છરી સાથે ધસી આવેલા ઘૂંટુ ગામમાં જ રહેતા ભરત બેચર કોળી નામનો શખ્સ કોઇ કંઇ સમજે તે પહેલા જ મીરાબેનના છાતી તથા પેટના ભાગે આડેધડ છરીના ઘા ઝીંકતા મીરાબેન ત્યાં જ ઢળી પડયા હતા તેમની નાનીબહેને પ્રતિકાર કરતા ભરતે તેને પણ છરીથી ઇજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા મીરાબેનને સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા જયાં ટંૂકી સારવાર દરમિયાન મોત નીપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

આગળ વાંચો હુમલાનો પ્રતિકાર કરતા નાનીબેનને પણ છરી ઝીંકી