તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલાટી (પંચાયત)ની પરીક્ષાનું પેપર ફૂટી ગયાની શંકાથી ખળભળાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-એક તરફ રોજગારીનો દાવો, બીજી બાજુ બેરોજગારો સાથે ક્રૂર મજાક
-એકના બદલે બીજી પરીક્ષાના પેપર ધાબડી દેવાયાની ગંભીર ઘટના છતાં ગૌણ સેવા બોર્ડ અને સ્થાનિક અધિકારીઓ ઘોર બેદરકારી દાખવી રહ્યા છે


રાજકોટ જિલ્લામાં ગત ૨૩મી ફેબ્રુઆરીએ લેવાયેલી તલાટીકમ મંત્રી (પંચાયત)ની પરીક્ષાનું પેપર ફૂટી ગયાની શંકા સેવાઇ રહી છે. ચૌધરી હાઇસ્કૂલમાં પરીક્ષા આપનાર કેટલાક સ્પર્ધકોને તલાટીકમ મંત્રીના બદલે આગલા દિવસે એટલે કે ૨૨ ફેબ્રુઆરીના રોજ લેવાયેલી જુનિયર કલાર્કની પરીક્ષાના પેપર આપી દેવાયા હતા. આથી જે ઉમેદવારોને એકના બદલે બીજા પેપર અપાયા હતા ત્યારે જુનિયર કલાર્કની પરીક્ષા સમયે અમુક સ્પર્ધકોને તલાટીકમ મંત્રી (પંચાયત)ના પેપર આપી દેવાયાની પણ સંભાવના છે. જો આમ થયું હોય તો તલાટી (પંચાયત)નું પેપર જાણીબુજીને લીક કરાયાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

એકના બદલે બીજા પેપર ધાબડી દેવાયાનો મુદ્દો અતિ ગંભીર છે. ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે. આમ છતાં ગૌણ સેવા પરીષદ અને રાજકોટ જિલ્લાના અધિકારીઓ બેરોજગારો પ્રત્યે ઘોર બેદરકારી દાખવી રહ્યા છે અને જે ઉમેદવારોને એકના બદલે બીજા પેપર અપાયા છે તેઓને અન્યાય નહીં થવા દઇએ તેવો લૂલો બચાવ કરી રહ્યા છે. પરંતુ આવું થવું અશક્ય છે. જે સ્પર્ધકોને તલાટીના બદલે જુનિયર કલાર્કના પેપર અપાયા છે તેઓને કોઇપણ પ્રકારે ન્યાય કરવાની કોશિશ કરવામાં આવશે તો એક આખા સમૂહને અન્યાય થાય તેવી ભીતિ છે. આથી આ મામલો આગામી દિવસોમાં અદાલતમાં પહોંચે તેવી પૂરેપૂરી સંભાવના છે.

આગળ વધુ વિગત વાંચવા માટે તસવીર પર ક્લિક કરો......

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો