ભૂમાફિયા બે લગામ : જામીન ઉપર છૂટીને ફરી હુમલો કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાંચ દિવસ પહેલાં ચોકીદારને મારી કાઢી મૂકયો હતો ,
-
ધરપકડ થતાં જામીન ઉપર છૂટી ફરી ચોકીદારને માર્યો
- મહિ‌લા સહિ‌ત ચારની ધરપકડ, સૂત્રધાર સહિ‌ત પાંચ ફરાર
-
ખેડૂતની રૈયામાં આવેલી કરોડોની જમીન હડપ કરવા કારસો

પટેલ યુવાનની રૈયા સર્વેમાં આવેલી કરોડોની જમીન હડપ કરવા સક્રિય બનેલા ભૂમાફિયાઓ પાંચ દિવસમાં બે વખત જમીન ઉપર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જમીન માલિકની ફરિયાદના આધારે ૯ શખ્સ સામે ગુનો નોંધી મહિ‌લા સહિ‌ત ચાર આરોપીની ધરપકડ કરી હતી. સૂત્રધાર ભાવેશ લોખીલ સહિ‌તના અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે.


અટિકામાં ન્યૂ નહેરૂનગરમાં રહેતા પટેલ ખેડૂત હર્ષદ ભવાનભાઇ કોરાટે દસ વર્ષ પહેલાં રૈયા સર્વે નંબર ૨૦૭-૧/૨ માં ૯૪૦૦ મીટર જમીન ખરીદી હતી. એ જમીનની કરોડોની કિંમત થઇ જતાં તરઘડીમાં રંગપરમાં રહેતા ભૂરા ડાયાભાઇ ભરવાડ, દેવશી ડાયાભાઇ ભરવાડ, કુંવરબેન ડાયાભાઇ રાઠોડ , રવન્દ્રિ‌સીંગ પ્રતાપસિંગ ચૌહાણ (ભારતનગર મફતિયાપરા ), હરદેવસિંહ ઉદયસિંહ રાઠોડ (રણછોડનગર), ભાવેશ લોખીલ,કલ્પેશ લાખાભાઇ બાલાસરા,શંકર પટેલ અને નિતીન પટેલ સહિ‌તના શખ્સોએ જમીન હડપ કરવા ગેંગ બનાવીને દોઢ માસ પહેલા જમીન ઉપર કબજો જમાવવાનો પ્રયાસ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી હતી.

પાંચ દિવસ પૂર્વે ઉપરોક્ત ટોળકીના કેટલાક સભ્યોએ ચોકીદારને માર મારી ખૂનની ધમકી આપી ભગાડી દીધો હતો. આ અંગે પણ ફરિયાદ કરતાં પોલીસે ભૂરા સહિ‌ત બે આરોપીની ધરપકડ કરી હતી.
જામીન ઉપર છૂટેલા શખ્સોએ ગતરાતે ફરી વખત ચોકીદારને માર મારી ભગાડી દેતા બીજી ફરિયાદ કરતા પોલીસે કલ્પેશ, હરદેવસિંહ, રવન્દ્રિ‌સિંગ અને કુંવરબેનની ધરપકડ કરી હતી. આરોપીઓએ ભાવેશ લોખીલના ઇશારે જમીન ઉપર કબજો જમાવવા ડખા કર્યાની કબૂલાત આપી હતી.