રાજકોટ: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની કરાઇ લાડુતુલા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના સભ્યોએ અલગ રીતે ભાવના રજૂ કરી
- ભૂપેન્દ્ર રોડ સ્વામિ.મંદિરના વિવેકસ્વામીનું અનોખું સન્માન

રાજકોટ: રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પરનું સ્વામિનારાયણ મંદિરના કોઠારી વિવેકસ્વામીની ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટે લાડુતુલા કરીને પોતાની ભાવના અલગ રીતે રજૂ કરી હતી. રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પરના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ જ્યારે ભાવિકોને સત્સંગનો લાભ આપી રહ્યા હતા ત્યારે સત્સંગનો લાભ લેવા આવતા એક ભાવિક ભક્તને ત્યાં ઉગેલી બોરડીના કાંટા વાગ્યા હતા અને તે જોઇ ભગવાન સહજાનંદ સ્વામી બોલી ઉઠ્યા કે તું તારો સ્વભાવ છોડીશ નહીં એમના આ પ્રશ્ન બાદ બોરડીના તમામ કાંટા આપો આપ ખરી ગયા.

આ કારણે મંદિર દેશ-વિદેશમાં મહત્ત્વ ધરાવે છે. આ મંદિરના કોઠારી સ્વામી તરીકે હાલ વિવેકસ્વામી છે તેમની પ્રત્યેનો વિશેષ આદર અનોખી રીતે રજૂ કરવા ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઇ હિરાણી, સુરેશભાઇ રંગાણી, રઘુભાઇ લુણાગરિયા, જાદવભાઇ રંગાણી, અરૂણભાઇ બારોટ, જયંતીભાઇ લીંબાસિયા, છગનભાઇ પરસાણા, ગોરધનભાઇ વાડોલિયા સહિતનાએ વિવેકસ્વામીની લાડુ તુલા કરી હતી. આમ મંડળના સભ્યોએ સ્વામીનું અનોખુ સન્માન કર્યું હતું.