તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોડીનારની તરુણી ઉપર બળાત્કાર ગુજારનાર પકડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોતાને કુંવારો ગણાવી તરુણીને ફસાવી હતી

કોડીનારના વેલણ ગામની તરુણીને લગ્ન કરવાની લાલચ આપીને રાજકોટમાં લાવ્યા બાદ ત્રણ માસ સુધી બળાત્કાર ગુજારવાના ગુનામાં પોલીસે ડોળાસા ગામના નરેન્દ્ર ગુલાબપરી ગોસ્વામીની આજે પોલીસે ધરપકડ કરી હતી. તરુણીને ફરિયાદ પાછી ખેંચી લેવા અંગે ધમકી આપનાર નરેન્દ્રના ભાઇ સહિત અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. જરૂર પડ્યું આરોપીના કાલે રિમાન્ડ માગવામાં આવશે તેમ તપાસનીશે જણાવ્યું હતું.

તરુણીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે વેલણ ગામે રહે છે. દોઢ વર્ષ પહેલાં મોપેડ ખરીદવા ગઇ હતી ત્યારે શોરૂમમાં નોકરી કરતા નરેન્દ્ર સાથે ઓળખાણ થઇ હતી. આરોપી નરેન્દ્રએ પોતે પરિણીત હોવા છતાં કુંવારો હોવાનું જણાવીને પ્રેમજાળમાં ફસાવી હતી. અને લગ્ન કરવાની લાલચ આપીને રાજકોટ સ્થાયી થવાનું કહેતા તેની વાતોમાં ભોળવાઇને રાજકોટ આવી હતી.

અહિ ગાંધીગ્રામ વિસ્તારમાં તેઓ મકાન ભાડે રાખીને રહેતા હતા.આ સમયગાળામાં તેણે અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. ૨પ/૬/૧૩ ના રોજ આરોપીની પત્ની સંતાન સાથે રાજકોટ આવ્યા ત્યારે નરેન્દ્રનો પરિણીત હોવાનો ભાંડો ફૂટી ગયો હતો. અને તે મને તરછોડીને પત્ની સાથે ચાલ્યો ગયો હતો. આ અંગે ફરિયાદ કરતા નરેન્દ્ર તેના ભાઇ કિશોર,ફૂવા અને અનિલ નામના શખ્સોએ મારી નાખવાની ધમકી આપી હતી.

પોણા સત્તર વર્ષની તરુણી ઉપર બળાત્કાર ગુજારવાના ગુનામાં પોલીસે બે સંતાનના પિતા નરેન્દ્ર ગોસ્વામી ધરપકડ કરી હતી. અન્ય આરોપી ફરાર છે.