તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Kit 2000 Will Be Presented On Friday, Uttarakhand, Voluntary Organizations Kasi Waist

શુક્રવારે ૨૦૦૦ કિટ ઉત્તરાખંડ મોકલાશે, સ્વૈચ્છિક સંસ્થાઓએ કમર કસી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જો કે, સરકારના આદેશ છતાં સહાય કિટમાં તંબુ મોકલવા મુશ્કેલ

ઉત્તરાખંડના પીડિતોને મદદ માટે રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓએ કમર કસી છે. પૂરગ્રસ્ત બાંધવોને કરિયાણું, ઘરવખરી અને વરસાદી માહોલથી બચવા માટેની તમામ જરૂરી ચીજો ધરાવતી કીટ મોકલવાનું બીડું રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓએ ઝડપી લીધું છે.

આગામી શુક્રવારે રાજકોટથી નમકથી માંડી રેઇન કોટ ધરાવતી ૨૦૦૦ કીટ ઉત્તરાખંડ મોકલાશે. જોકે મુશ્કેલી એ છે કે સરકાર દ્વારા મોકલાયેલી ચીજોની યાદીમાં દરેક કીટમાં એક તંબૂનું પણ સૂચન છે. આ ટેન્ટ મેળવવા મુશ્કેલ અને કિંમતની દ્રષ્ટીએ પણ પરવડે તેમ ન હોઇ ટેન્ટ વગરની કીટ જ મોકલાય તેવી સંભાવના છે.

તાજેતરમાં કલેક્ટરે શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે એક બેઠક યોજી હતી. કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમારે અગાઉ જણાવ્યું હતું કે જેટલી બની શકે તેટલી વધુ સંખ્યામાં આ કીટ પૂરી પાડવા સ્વૈચ્છિક સંસ્થાઓને જણાવાયું હતું.

આગળ વાંચો : દરેક કિટ સાથે ટેન્ટ નથી મોકલવાના: કલેક્ટર, ટેન્ટ સાથેની કિટની કિંમત ખૂબ વધી જાય છે