એક જ યુવતીના પ્રેમમાં પડ્યા બે મિત્રો અને સર્જાઈ ખૂની દાસ્તાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં ઘટી દિલ, દોસ્તી અને દગાખોરીની સનસનીખેજ ઘટના

દોસ્તી ઈમ્તીહાન લેતી હૈ...દોસ્તો કી જાન લેતી હૈ... ખરેખર જ્યારે દોસ્તીની અગ્નિપરીક્ષામાં દોસ્તો નિષ્ફળ જાય અને તેમાં પણ ડેન્જરસ ઈશ્કનો વઘાર થાય ત્યારે પરિણામ બહુ ઘાતકી આવતા હોય છે. ખબર નથી પડતી કે ક્યારે અચ્છા ખાસા દોસ્ત ભી દુશ્મન બન જાતા હૈ?

આવી જ એક દિલ, દોસ્તી અને દગાખોરીની સનસનીખેજ દાસ્તાન સર્જાઈ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતાં રાજકોટમાં. કે જ્યાં બે મિત્રો એક યુવતીના પ્રેમમાં પડ્યા અને સર્જાઈ ખૂની દાસ્તાન.

માંગરોળના વતની અને રાજકોટમાં રહી ક્રિએશન કોલેજમાં એમએસડબલ્યુનો અભ્યાસ કરતા આશાસ્પદ વિદ્યાર્થી વિશાલ જયંતીભાઇ ચુડાસમાનું ૧૦ લાખની ખંડણી માટે અપહરણ કરીને હત્યા કરવાના ગુનામાં પકડાયેલા તેના બન્ને મિત્ર માંગરોળના ઇશાન ઉર્ફે મોટિયો ભીખુભાઇ જોષી અને માંગરોળ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પુત્ર જિમ સંચાલક અફઝલ આરીફ બાનવાએ એવી કબૂલાત આપી હતી કે હત્યા પ્રેમ પ્રકરણમાં કરી હતી.પોલીસને ગેરમાર્ગે દોરવા મરનારના પિતાને ખંડણી માટે ફોન કર્યો હતો. જોકે હત્યા પાછળના સાચા કારણો જાણવા તેમજ પુરાવા એકત્ર કરવા પોલીસે બન્ને આરોપીના રિમાન્ડ મેળવવા અદાલત સમક્ષ રજુ કરાતા બન્ને શખ્સોને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો કોર્ટે હુકમ કર્યો હતો. એ યુવતી વિશાલની પ્રેમિકા છે,ઇશાન એક તરફી પ્રેમમાં હોવાની ચર્ચા આરોપી ઇશાનની કેફિયત મુજબ તેની પ્રેમિકાને વિશાલ એસએમએસથી તેમજ ગાળો દઇને પરેશાન કરતો હતો. આથી તેને સબક શીખવવા માટે બોડી બિલ્ડર મિત્ર અફઝલને લઇને આવ્યો હતો.પરંતુ વિશાલે અમને પણ ગાળો ભાંડતા તેને પતાવી દીધો હતો.બીજી તરફ એવી ચર્ચા થઇ રહી છે કે જે યુવતી મુદે હત્યા થઇ છે એ માંગરોળની યુવતી સાથે વિશાલને પ્રેમ હતો. અને ઇશાને પણ એ યુવતીને દિલોજાનથી ચાહતો હતો. યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ ઇશાને વિશાલને અનેક વખત યુવતીને છોડી દેવા કહ્યું હતું,બનાવની રાતે પણ આ જ મુદ્દે ડખો થતાં હત્યા થઇ હતી. યુવતીની પૂછપરછ બાદ જ સત્ય વિગતો બહાર આવશે તેમ તપાસનીશ પીઆઇ એમ.ડી.જાડેજાએ જણાવ્યું હતું.
|
આ ચોંકાવનારી ઘટનાની તસવીરો સાથે વિગતો વાંચવા આગળ ક્લિક કરો. (તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)