જનસંઘના વરિષ્ઠ અગ્રણી કાંતિભાઇ વૈદ્યનું અવસાન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંતિભાઇ ’પ૨થી’૯પ સુધી નગર સેવક રહેવાનો રેર્કોડ ધરાવતા હતા રાજકોટના જાહેર જીવનમાં પડેલા દરેક વ્યક્તિ કોઇ જ પક્ષભેદ વગર જેમનું નામ સદા આદરથી લેતા આવ્યા છે એવા શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અને સૌથી વધારે ટર્મ સુધી ર્કોપોરેટર તરીકે રહેનાર કાંતિભાઇ વૈદ્યનું આજે રાજકોટ ખાતે અવસાન થયું હતું. સદ્ગતની ર્દીઘકાલીન સેવા અને સમાજના વિવિધ ક્ષેત્રે આપેલા યોગદાનને આજે તેમના સહકર્મીઓ, પુરોગામીઓએ યાદ કર્યું હતું અને તેમને ભાવભીની અંજલી આપી હતી. સાંજે પાંચ વાગ્યે નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં ભાજપ અને અન્ય પક્ષોના આગેવાનો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ૧૯૨૧ની ૨૨ ફેબ્રુઆરીએ સુરેન્દ્રનગરના મૂળી ગામે દયાશંકરભાઇ જાનીના ઘરે જન્મેલા કાંતિભાઇ મેટ્રીક્યુલેટ થઇને આયુર્વેદાભિષક, આયુરત્ન સુધીની વિવિધ ડિગ્રીઓ ધરાવતા હતા. સતત પ૯ વર્ષ સુધી તેમણે આયુર્વેદિક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી હતી. જાની અટકથી તેમને બહુ ઓછા લોકો ઓળખતા તેઓ આજીવન કાંતિભાઇ વૈદ્ય તરીકે ઓળખાતા રહ્યા હતા. આયુર્વેદિક કેન્સર હોસ્પિટલના નિર્માણ માટે રૂા.૧૮ લાખનું દાન એકત્ર કરવા ઉપરાંત તેમણે સરકાર પાસેથી આ હેતુની જમીન મેળવવામાં પણ સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. કાંતિભાઇના જીવનનું અત્યંત ઉલ્લેખનીય પાસું એ હતું કે, જનસંઘ અને ભાજપમાં જીવન વિતાવ્યા છતાં કોંગ્રેસમાં પણ તેમના અત્યંત ઘનિષ્ઠ મિત્રો હતા જેમની સાથે તેમને પારિવારિક નાતો જીવનપય્ર્‍ાંન્ત રહ્યો હતો. છ દાયકાની પોતાની તબીબી કારકિર્દી દરમિયાન અનેક સેલિબ્રિટી અને સામાન્ય વ્યક્તિઓની સારવાર કરી હતી. આયુર્વેદ ક્ષેત્રના વિવિધ કાર્યક્રમો સેમિનારોમાં તેમણે ભારતમાં અને વિદેશમાં પણ માર્ગદર્શન આપ્યું હતું. વિવિધ માધ્યમોમાં વર્ષો સુધી આરોગ્યને લગતી કોલમ દ્વારા પણ વિશાળ જનસમુદાયની સમસ્યાઓના ઉકેલ તેમણે આપ્યા હતા. રાજકોટના રાજકીય ક્ષેત્રે કાંતિભાઇ વૈદ્યનું નામ અને વ્યક્તિત્વ હંમેશા આદરપાત્ર રહ્યા હતા. તેઓ એવા ર્કોપોરેટર હતા કે જે એક જ ર્વોડમાં સતત સાત ટર્મ સુધી ચૂંટાયા અને એ જ ર્વોડમાં ૨૬ વર્ષ ર્કોપોરેટર તરીકે રહ્યા હતા. ૧૯પ૧ થી ૭૩ દરમિયાન તેઓ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર રહ્યા હતા. જ્યારે રાજકોટને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારપછી ૧૯૭પમાં થયેલી પ્રથમ ચૂંટણીથી લઇ ૧૯૮૧, ૮૭, ૯પમાં પણ તેઓ ચૂંટણી લડયા હતા અને જંગી બહુમતીથી ચૂંટાયા હતા અને પંદર વર્ષ આરોગ્ય સમિતિના ચેરમેન ઉપરાંત સ્થાયી સમિતિના ચેરમેન અને ડેપ્યુટી મેયર પણ રહ્યા હતા. રાજકીય કારકિર્દી દરમિયાન પણ તેઓ છેવટ સુધી સતત સક્રિય હતા. ૧૯પ૧ થી ૧૯૭૭ દરમિયાન ભારતીય જનસંઘના રાજકોટ શહેરના પ્રમુખ રહ્યા હતા. કટોકટી કાળ દરમિયાન મિસા અંતર્ગત ૧૧ માસ તેમણે જેલવાસ ભોગવ્યો હતો. ભાજપ - જનસંઘના વરિષ્ઠ રાષ્ટ્રીય કક્ષાના અગ્રણીઓ સાથે તેમણે કામ કર્યું છે. તબીબી અને રાજકીય કારકિર્દી ઉપરાંત બ્ર?સમાજ અને વૈદ્યસભા જેવી સંસ્થાઓ સાથે પણ દાયકાઓ સુધી કાંતિભાઇ સક્રિય હતા. નાગરિક બેંકના ડિરેક્ટરપદે પણ ૧પ વર્ષ રહ્યા હતા.