તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Kagadole Waiting Optimistic Farmers In Rain, Cloud Concerns

વરસાદની કાગડોળે રાહ જોઇ રહેલા આશાવાદી ખેડૂતો, ચિંતાના વાદળ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કપાસને સત્વરે એકાદ ઈંચ વરસાદની ખાસ જરૂરિયાત, મગફળીને દોઢ સપ્તાહ સુધી વાંધો નહીં આવે

સૌરાષ્ટ્રમાં પહેલા વરસાદ બાદ મગફળી અને કપાસના વાવેતર થઇ ગયા છે પણ વરસાદ ખેંચાઇ જતાં સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. સૌરાષ્ટ્રમાં થયેલા કપાસના વાવેતરને વરસાદની ખાસ જરૂર છે જો દોઢ સપ્તાહમાં વરસાદ ન થાય તો પાકને નુકસાન થશે. મગફળીને દસ-બાર દિવસ સુધી અને કપાસને એક સપ્તાહ સુધી વાંધા નહી આવે તેમ ખેડૂતોને કહેવું છે.

વાવેતર બાદ બીજા તબક્કાનો વરસાદ હજી સુધી ન વરસતા સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે. ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ચોમાસાના પ્રારંભે માફકસરના વરસાદથી વાવણી ખેડૂતોએ કરી લીધી છે. કપાસ અને મગફળી જેવા પાકનો ઉગાવો પણ સારો મળ્યો છે. લાંબો સમય ઉઘાડ મળતા ખેડૂતોએ ખેતરમાં ખેડ-વખેડના અને નિંદામણના કાર્યો પૂરા કરી નાખ્યા છે. હવે કૃષિ પાકો માટે એક સારા વરસાદની ખાસ જરૂર છે.

આગળ વાંચો : સૌરાષ્ટ્રમાં મગફળીનું કુલ ૧૩.૪૨ લાખ હેકટર અને કપાસનું ૧૫.૮૮ લાખ હેકટરમાં વાવેતર થયું છે, મગફળીને હજુ એકાદ સપ્તાહ વરસાદ ખેંચાય તો ચિંતા નથી