તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Janasanghana Installer Puspanjalimam 50% Bhajapi Corporate Absent

જનસંઘના સ્થાપકને પુષ્પાંજલિમાં ૫૦% ભાજપી કોર્પોરેટર ગેરહાજર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતીના દિવસે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા ૫૮ માંથી ૨૯ કોર્પોરેટર જ હાજર

રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનુભાવોની પ્રતિમા મુકવા ભારે ઉતાવળા થતાં અને લાખો રૂપિયાના ખર્ચે પ્રતિમાઓ મુકાવતા નગરસેવકોને જે તે મહાનુભાવોની પ્રતિમા મહાનુભાવોના જન્મ મરણના દિવસે જ મોટાભાગે યાદ આવતી હોય છે ને ત્યારે જ તેમાં હારતોરા થતાં હોય છે પરંતુ આજે તો અમુક ભાજપ નગરસેવકો તો એ અવસર પણ ચૂકી ગયા હતા.

ભારતીય જનસંઘના પાયાના પથ્થર એવા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતી પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ મનપા દ્વારા રખાયો હતો. જેમાં ભાજપના ૫૮ કોર્પોરેટરોમાંથી માત્ર ૨૯ કોર્પોરેટર હાજર રહ્યા હતા. ભારતીય જનસંઘના પાયાના પથ્થર એવા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતીના દિવસે મનપાએ તેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ તો રાખ્યો પરંતુ તેમાં ખુદ ભાજપને જ નીચા જોવા જેવું થયું. આ કાર્યક્રમમાં ભાજપના કુલ ૫૮ માંથી ૨૯ કોર્પોરેટર જ હાજર રહેતા આશ્ચર્ય સર્જાયું હતું અને પાટીંમાંજ ગણગણાટ શરૂ થયો હતો.

જો કે નવનિયુક્ત પદાધિકારીઓ સહિત શહેર પ્રમુખ અને ૨૯ કોર્પોરેટરો એ હાજરી આપી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હાલમાં ભાજપના મોટા નેતાઓ વિદેશ પ્રવાસે હોવાથી કદાચ ગેરહાજર રહેલા કોર્પોરેટરોને એવું લાગ્યું હશે કે આવા કાર્યક્રમમાં ન જઇએ તો કોણ કહેવાવાળું છે? ગેરહાજર રહેલા કોર્પોરેટરો જો કોઇ મ્યુઝિકલ નાઇટ હોય તો એ અવસર કદાચ જતો ન કરત તેવી પણ ચર્ચા ઉઠવા પામી હતી. જો કે ભાજપના અમુક આગેવાનો સ્વેચ્છાએ આમંત્રણ વિના પણ ઉપસ્થિત રહ્યા હતા.