વીરપુર જલામય : હજારો ભાવિકો ઊમટી પડયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આજે જલારામબાપાની જન્મજયંતીની ભાવભેર ઉજવણી થશે : ભક્તોમાં અનેરો થનગનાટ

સંત શિરોમણિ પૂ. જલારામબાપાની જન્મજયંતીની તા. ૯ને શનિવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભક્તિસભર ઉજવણી થશે. જલાબાપાની કર્મભૂમિ, ર્તીથધામ વીરપુર ખાતે તો આજે શુક્રવારથી જ હજારો ભાવિકોનું આગમન થઇ ચૂક્યું હતું. વીરપુરે આ પવિત્ર પર્વની ઉજવણી માટે સોળ શણગાર સજ્યા છે. મંદિર, બજારો અને ઘરે-ઘરે રોશનીના ઝગમગાટ અને જલારામબાપાની જયના અવિરત નારાઓ સાથે વીરપુરમાં દિવ્ય વાતાવરણ સર્જા‍યું છે.

ભૂખ્યાને ભોજન અને રામ નામના જાપ થકી ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર અને સ્વયં પણ ઇશ્વર સમકક્ષ બની જનાર જલાબાપા ભારતીય સંત પરંપરામાં સૌથી વધુ પૂજ્ય સ્થાન ધરાવે છે. દંતકથારૂપ જીવન વ્યતિત કરનાર જલાબાપાની ર્તીથભૂમિ વીરપુર દેશ-વિદેશના લાખો-કરોડો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. શનિવારે જલારામબાપાની ૨૧૪મી જન્મજયંતી નિમિત્તે રાબેતા મુજબ સવારે સાડા છ વાગ્યે અને સાંજે ૭ વાગ્યે આરતી થશે. વહેલી સવારથી મોડીસાંજ સુધીમાં લાખો ભાવિકો જલાબાપાના દર્શન કરી ધન્યતા અનુભવશે. એ પૂર્વે છેલ્લા બે દિવસથી વીરપુરમાં ભાવિકોનું આગમન શરૂ થઇ ગયું છે. નગરની તમામ હોટેલો, ધર્મશાળાઓ ભરચક્ક થઇ ગઇ છે. યાત્રાળુઓ માટે વીરપુરના ભાવિક નગરજનોએ પોત-પોતાના ઘરે પણ વ્યવસ્થા કરીને સુવિધા સાચવવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. જલારામ જયંતી મહોત્સવને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે જલાબાપાના પરિવારના મોભી અને પૂર્વ ગાદીપતિ પૂ. જયસુખરામબાપા, વર્તમાન ગાદીપતિ પૂ. રઘુરામબાપા, સમસ્ત ચંદ્રાણી પરિવાર, નગરજનો, વેપારીઓ અને કાર્યકરો ભારે જહેમત ઊઠાવી રહ્યા છે.

આગળ જુઓ વીરપુરમાં ભક્તિનો માહોલ...