શનિવારે ઉજવાશે જલાબાપાની જન્મજયંતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રઘુવીર સેના સહિ‌તની સંસ્થાઓના દિવ્ય આયોજનો: અનેક સ્થળે મહાઆરતી, મહાપ્રસાદ

સૌરાષ્ટ્રના મહાસંત જલાબાપાની ૨૧૪મી જન્મજયંતીની આગામી તા.૯ નવેમ્બરના રોજ રાજકોટમાં ભવ્ય અને દિવ્ય ઉજવણી થશે. અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના તથા જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા એ નિમિત્તે અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે.

ભારતીય સંત પરંપરામાં જલારામબાપાનું સ્થાન શિરમોર છે. ભક્તિ અને સાધુતા, ત્યાગ અને વિરક્ત ભાવ તથા માનવસેવા, દરિદ્રનારાયણની સેવા જેવા ગુણોથી શોભતું એમનું ચરિત્ર અનન્ય અને અલૌક્ક છે. ભુખ્યાની જઠરાગ્નિ‌ ઠારવા જેવું અન્ય કોઈ પુણ્યકાર્ય નથી એવો સીધો સાદો સંદેશો પોતાના જીવન મારફત આપનાર જલાબાપાનું સત આજે પણ હજારો માનવીઓના જીવનપથ ઉજાળી રહ્યું છે.

જલાબાપાની કર્મભૂમિ વીરપુર લાખો-કરોડો ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. દેશ-વિદેશમાંથી લાખો લોકો સંત શિરોમણી જલારામ બાપાના દર્શને આવે છે. ભક્તિભાવથી જલાબાપાને નમન કરે છે. ભાવિકોની આસ્થા ફળે છે. માનતા ફળે છે. દયાળુ જલાબાપા બધાની મનોકામના પૂર્ણ કરે છે.


દર વર્ષે જલારામ જયંતીએ વીરપુરમાં લાખો ભાવિકો ઊમટી પડે છે અને વીરપુર ઉપરાંત પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભક્તો-ભાવિકો આસ્થા-ઉમંગભેર એ પવિત્ર પર્વની ઉજવણી કરે છે. રાજકોટમાં પણ રઘુવીર સેના દ્વારા લાભપાંચમથી રેસર્કોસ મેદાન ખાતે જલારામ બાપાના પ્રાગટય પર્વને ઉજવવા ત્રિ-દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એ માટે રેસર્કોસમાં ભવ્ય 'જલારામ ધામ’નું નિર્માણ કરવામાં આવશે. ત્રણ દિવસ દરમિયાન ભજન અને ભોજનના સમન્વય સાથે અનેકવિધ કાર્યક્રમોના માધ્યમથી રેસર્કોસ મેદાન અને રાજકોટ 'જય જલા’ના પવિત્ર નાદથી ગુંજતું-ગાજતું રહેશે.

આગળ જુઓ કેવી છે તૈયારીઓ