લેઉવા પટેલ સમાજ માટે ગૌરવરૂપ ઘટના, ખોડલધામ મંદિરને આઇએસઓ સર્ટિફિકેટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાગવડના ખોડલધામ મંદિરે નિર્માણકાર્ય દરમિયાન જ ટીયુવી આઇએસઓ ૯૦૦૦ સર્ટિફિકેટ મેળવીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. કાગવડના ખોડલધામ ટ્રસ્ટના સ્થાપના સમાજમાં રચનાત્મક સંગઠન ઊભું કરવાના હેતુથી કરવામાં આવી છે. આથી મંદિરનું કામ પધ્ધતિસર થાય તે હેતુથી ટ્રસ્ટ દ્વારા આઇએસઓ ૯૦૦૦ની સર્ટિફિકેશન પ્રક્રિયામાં જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ માટે વહીવટી પ્રક્રિયાને ખરીદી, બાંધકામ, ઓફિસ, દાન, મેગેઝિન, એકાઉન્ટસ એમ તમામ વિભાગોમાં પરિવર્તિત કરવામાં આવી હતી. અને તે અંગેનો ઓડિટ રિપોર્ટ ટીયુવીએસયુડીની આંતરરાષ્ટ્રીય ઓફિસે મોકલવામાં આવ્યો હતો. જેમના દ્વારા આ પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.

ઓડિટરોએ ખોડલધામ ટ્રસ્ટનાં કિસ્સામાં કોઇ સુધારા સૂચવ્યા નથી અને ટ્રસ્ટની કામગીરીથી પ્રભાવિત થઇને આ પ્રમાણપત્ર એનાયત કર્યું છે. નોંધનીય છેકે ટીયુવી, એસયુડી એસિયા એક આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ઇન્સપેકશન, તાલીમ, ગુણવત્તા ચકાસણી અને સુધારણા માટે કાર્ય કરતી સંસ્થા છે તે ઓડિટથી આઇએસઓ-૯૦૦૦ પ્રમાણપત્ર આપવા માન્યતા ધરાવે છે.