તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Income Falling Vegetable Prices Up: Budget Disbanded

આવક ઘટતાં શાકભાજીના ભાવમાં ઉછાળો: બજેટ વિખેરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજકોટ યાર્ડમાં શાકભાજીની આવક અડધોઅડધ ઘટી ગઇ

ચોમાસાની સિઝનમાં આજુબાજુના ગામડાઓમાંથી શાકભાજીની આવક ઘટી જતાં તેમજ અન્ય રાજ્યોમાંથી પણ આવકમાં થયેલા ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં શાકભાજીના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં નોંધનીય ઉછાળો આવ્યો છે. મુખ્ય શાકભાજીના કિલોદીઠ રૂ.૮૦-૧૦૦ સુધીના ભાવ બોલાઇ જતાં ગૃહિણીઓના બજેટ વિખેરાઇ ગયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઊંચા ભાવ આપવા છતાં પણ સારા શાકભાજી મળતા નથી. સ્થાનિક બજારમાં ગૃહિણીઓને કિલોદીઠ રૂ.૮૦-૧૦૦ સુધીના ઊંચા ભાવ ચૂકવવા પડી રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ આ અંગે કહ્યું હતું કે શાકભાજીના ભાવ વધ્યા છે કારણકે આજુબાજુના ગામડાઓમાંથી આવક ઘટીને અડધી થઇ ગઇ છે. પહેલા વરસાદમાં જ વેલાવાળા શાકભાજી પાણી ભરાવાથી સૂકાઇ ગયા છે.

આગળ વાંચો : શાકભાજીની અછત હોવાથી છુટક વેપારીઓ મનફાવે તેવા ભાવે શાકભાજી વેચી રહ્યા છે