સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરનાર રાજકોટના છાત્રોની સાફલ્ય ગાથા, સ્વપ્નો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સફળતા કાંઈ એમ ને એમ મળતી નથી. એ માટે પ્રચંડ પુરુષાર્થ કરવો પડે, લક્ષ્યને સમર્પિ‌ત રહેવું પડે. આયોજન કરવું પડે, અનેક મોજ શોખનો ત્યાગ કરી આકરી મહેનત કરવી પડે. અભાવો, તકલીફો કે મુશ્કેલીઓનો અડગ રહીને સામનો કરવો પડે, સંઘર્ષોને ભરી પીવાની હિંમત કેળવવી પડે અને સૌથી વધુ તો શ્રેષ્ઠત્તમ બનવાનું સ્વપ્ન નિહાળવું પડે. આ બધા પરિબળોનું ઐકય સાધીને સફળતાના ઝળહળતા શિખરો સર કરનાર કેટલાક ગૌરવવંતા છાત્રોની સાફલ્યગાથા અત્રે પ્રસ્તુત છે.

ઇન્ડસ્ટ્રિયાલિસ્ટના પુત્રને એર સ્પેસ એન્જિનિયર બનવું છે

ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અશ્વિનભાઇ ગાંધીની ઇચ્છા હતી કે એકનો એક પુત્ર વિશાળ ધંધાનું સુકાન સંભાળી લે. પરંતુ પુત્ર ચિરાગનું સ્વપ્ન છે એર સ્પેસ એન્જિનિયર બનવાનું, ધોરણ ૧૨ સાયન્સના આજે જાહેર થયેલા પરિણામમાં ૯૯.૯૯ પર્સન્ટાઇલ સાથે એ ૧ ગ્રેડ મેળવનાર ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસેલેન્સના વિદ્યાર્થી ચિરાગ દેશની પ્રથમ હરોળની પ્રાઇવેટ યુનિવર્સિ‌ટી એસઆરએમમાં પણ ગત સપ્તાહે જાહેર થયેલા પરિણામમાં સમગ્ર દેશમાં ૨૬ મો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેમજ વીઆઇટી-ઇઇઇની એકઝામમાં દેશભરના ૨.પ૦ લાખ વિદ્યાર્થીઓમાંથી ૧૧૬મા ક્રમે આવીને રાજકોટ તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

પોતાનું સ્વપ્ન સાકાર કરવા રોજ ૧૮ કલાક અભ્યાસ કરતા ચિરાગે ચાર માસ પહેલા સગા બહેનના લગ્નમાં પણ માત્ર એક દિવસ જ રજા રાખી હતી. બર્થ-ડેની ઉજવણી માટે પરિવારજનો હોટેલમાં જાય છે પરંતુ ચિરાગ કયારેય સાથે નથી જતો ન હોવાથી તેના માટે પાર્સલ લાવવામાં આવે છે સ્કૂલના ટ્રસ્ટી વિમલભાઇ છાયાએ કહ્યું હતું કે જીનિયસ કેટેગરીમાં આવતા સ્ટુન્ડ પૈકી એક ચિરાગ છે.