તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓપરેશન લૂંટ : સોના, ચાંદી સાથેનું લૂંટાયેલું મેટાડોર આ રીતે શોધાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજકોટના પીએસઆઈની મહત્વની ભૂમિકા
- ડ્રાઇવરનો એક મોબાઇલ મેટાડોરમાં રહી ગયો હતો, એ નંબરના આધારે ફોજદાર ઝાલાએ લોકેશન શોધી પોલીસને એલર્ટ કરી


બગોદરા નજીક ગતરાતે લુટારુ ટોળકીએ ગતરાતે આંગડિયા પેઢીના કરોડો રૂપિયાના સોના,ચાંદીના પાર્સલ ભરેલા મેટાડોરની લૂંટ ચલાવતા રાજ્યભરની પોલીસને સર્તક કરી દેવામાં આવી હતી. લુટાયેલું મેટાડોર કઇ દિશામાં જઇ રહ્યું છે એ શોધીને નાકાબંધી કરાવાતાં લૂટારૂ ટોળી મેટાડોર રેઢું મૂકીને નાસી ગઇ હતી. લુટાયેલા મેટાડોરનું લોકેશન શોધવામાં રાજકોટ રેન્જ આઇજીના કમ્પ્યુટર સેલના પીએસઆઇ ઝાલાની ભૂમિકા મહત્વની રહી છે.

આગળ વાંચો : પી.એસ.આઇ.ઝાલાએ પાટીલનો રાતે સંપર્ક કરીને ઘટનાની જાણકારી મેળવી હતી, મેટાડોરમાં મોબાઇલ રહી ગયાની વાત સાંભળીને ઝાલાની આંખમાં અનેરી ચમક આવી ગઇ