રાજકોટનો હોટેસ્ટ ડે, તાપમાન ૪૨ ડિગ્રી, આકરો તાપ સહન કરવા તૈયાર રહેજો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના ૧૧ શહેરોમાં આકાશમાંથી થઇ અગનવર્ષા, સૌરાષ્ટ્રમાં ૪૩ ડિગ્રી સાથે અમરેલી અને રાજ્યમાં ૪૩.૮ ડિગ્રી સાથે ડીસા સૌથી વધુ ગરમ શહેર રહ્યા

રાજકોટમાં રવિવારે આ ઉનાળાની સૌથી વધુ ગરમી પડી હતી. તાપમાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. અમરેલી ૪૩ ડિગ્રી સાથે સૌરાષ્ટ્રમાં અને ૪૩.૮ ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. ૧૧ શહેરોમાં આકાશમાંથી અગનવર્ષા થઇ રહી હોવાનો અહેસાસ લોકોએ કર્યો હતો. હજુ આગામી બુધવાર સુધી આકાશ આગ ઓકતું રહેશે અને તાપમાનનો પારો કેટલાક શહેરોમાં ૪૪ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

રવિવારથી બુધવાર સુધી આકરો તાપ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. રવિવારે રાજ્યના ૧૧ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૧ થી ૪૩.૮ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. રાજકોટ શહેરમાં આ સિઝનનો સૌથી વધુ તાપ પડતાં બપોરે ૧૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી રોડ-રસ્તા પર કુદરતી કફ્ર્યુ જેવું વાતાવરણ રહ્યું હતું. મોડીસાંજ સુધી ગરમ પવન ફૂંકાયો હતો.

વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો.....