૧પ૦ ફૂટ રિંગ રોડ પર વધુ એક ૨૨ માળની ઇમારત બનશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારમાંથી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણતાના આરે

રાજકોટ રિયલ એસ્ટેટમાં તેજીના નિર્દેશ મળી રહ્યા છે. શહેરના હાર્દસમાન દોઢસો ફૂટ રિંગ રોડ પર વધુ એક ૨૨ માળની ઇમારત આકાર લેવા જઇ રહી છે. રિલાયન્સ મોલની બાજુમાં જ આઠ માળની એક બિલ્ડિંગ તોડીને ત્યાં બાલકૃષ્ણભાઇ પરસાણા નામના બિલ્ડરના નામે ૨૨ માળની બિલ્ડિંગનો પ્લાન મનપાની ટીપી શાખામાં ઇનવર્ડ થયો છે.

દોઢસો ફૂટ રિંગ રોડ પર હાલ હાઇરાઇઝ બિલ્ડિંગના સંખ્યાબંધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ રોડ રિયલ એસ્ટેટ માટે સોનાનો બની ગયો છે. આ અગાઉ આ જ રોડ પર ૨૨ માળની બિલ્ડિંગનો પ્રોજેક્ટ મુકાયા બાદ રાજકોટમાં વધુ એક ૨૨ માળની ઇમારત બનવા જઇ રહી છે.હાલ રિલાયન્સ મોલની બાજુમાં આઠ માળની એક અન્ડર ક્રન્સ્ટ્રકશન બિલ્ડિંગ હવે વધારીને ૨૨ માળની બનાવવાનો વિચાર બિલ્ડરે કર્યો છે. બાલકૃષ્ણભાઇ પરસાણા નામે આ પ્લાન ટીપી શાખામાં મુકાયો છે. રાજકોટ મનપા પાસે આટલા મોટી હાઇટની હાઇરાઇઝ બિલ્ડિંગનો પ્લાન મંજૂર કરવાની સત્તા ન હોય રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની પરવાનગી લેવા માટે પ્લાન સહિ‌તની વિગત ત્યાં મોકલવામાં આવી છે. આ પ્લાન મંજૂર કરવાની દિશામાં પ્રક્રિયા પૂર્ણતાના આરે હોવાનું ટીપી શાખામાંથી જાણવા મળ્યું છે.