કેરળમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છાત્રોને સહાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યુનિવર્સિટીની સુરક્ષા નિધિમાંથી રૂપિયા એક-એક લાખના ચેક અર્પણ કર્યા

જૂનાગઢની કોમર્સ કોલેજના બે છાત્રો કેરાલામાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સાઇક્લિંગ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા આ બન્ને છાત્રોના અકસ્માતમાં મોત નીપજયા હતા આ છાત્રોના પરિવારને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ વિદ્યાર્થી સુરક્ષ નિધફિંડમાંથી રૂ. એક -એક લાખના ચેક અર્પણ કર્યા હતા.

કેરાલામાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સાઇક્લિંગ સ્પર્ધામાં ભાગ લેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ગઇ હતી. આ ટીમના સાત સભ્યો અને મેનેજર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં જૂનાગઢની કોમર્સ કોલેજના વિદ્યાર્થી વિજય નારણભાઇ ખલેલ તથા પ્રતિક સોલંકીનાં મોત નીપજયા હતા. આ બન્નેના મૃતદેહને જૂનાગઢમાં અંતિમ-સંસ્કાર કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો વિદ્યાર્થીઓને અભ્યાક્રમ દરમિયાન મૃત્યુ નીપજે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થી સુરક્ષાનિધિમાંથી મૃતક વિદ્યાર્થી દીઠ રૂ. ૧ લાખ મૃતકના પરિવારને આપવાની જોગવાઇ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ થીરુવનંથપુરમ ખાતે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા બન્ને મૃતકોના પરિવારને સંવેદના પાઠવવા, દીલસોજી વ્યક્ત કરવા જૂનાગઢ ગયા હતા. બન્ને મૃતકના પરિવારોને રૂ. એક-એક લાખના ચેક અર્પણ કર્યા હતા. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મહેન્દ્રભાઇ પાડલિયા ઉપરાંત જૂનાગઢની કોલેજના પ્રિન્સપાલ ડૉ. મગનભાઇ તાળા, ડૉ. ડી.જી. મોદી, પ્રિ.વાછાણી, પ્રિ. કાંજિયા, પ્રિ. દેસાઇ,મૈતરા, પ્રિ.ગોહિલ, ડૉ.વિશાલ જોષી, ડૉ.નિલાબેન ઠાકર, ડૉ. ગોડલિયા તથા સેનેટ મેમ્બર હાજર રહ્યા હતા.