• Gujarati News
  • Handicapped Student Give Board Exam With Oxygen Cylinder

વિકલાંગ બાળકની દ્રઢ મક્કમતા, ઓક્સિજનના બાટલા સાથે આપી પરીક્ષા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગુંદાવાડીમાં ચોરા પાસે રહેતા પરિવારનો કરુણ કિસ્સો

શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતી મહિ‌લાએ સંયુક્ત પરિવારથી અલગ થવાના મુદ્દે અગ્નિ‌સ્નાન કરી લેતાં તેનું મોત નીપજ્યું હતું. તેની ૧૩ વર્ષની પુત્રી પણ દાઝી ગઇ હતી. ગુંદાવાડીમાં ચોરા પાસે રહેતા નીતાબેન હરેશભાઇ કમાણી અને તેની પુત્રી પુષ્ટી (ઉ.વ.૧૩) પોતાના ઘરે દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલી પુષ્ટીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે ભડથું થઇ ગયેલા નીતાબેનનું મોત નીપજ્યું હતું.

રાજકોટમાં જ પિયર ધરાવતા નીતાબેનના લગ્ન સત્તર વર્ષ પૂર્વે થયા હતા અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી પુષ્ટીની પ્રાપ્તિ થઇ હતી. પતિ હરેશભાઇ કારખાનું ધરાવે છે. કમાણી પરિવાર ઉપરોક્ત સ્થળે સાથે જ રહે છે. પરિવારથી અલગ રહેવા જવાના મુદ્દે ચણભણ શરૂ થઇ હતી. નીતાબેન અલગ રહેવા જવા ઇચ્છતા હતા પરંતુ તે શકય નહીં જણાતા તેઓએ ઉશ્કેરાઇને બપોરે કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી.

આ મુદ્દે તપાસ થશે

સામાન્ય સંજોગોમાં માસૂમ સંતાનોને સળગાવી જનેતા કાંડી ચાંપી દેતી હોવાના કિસ્સાઓ અગાઉ બન્યા છે, પરંતુ આ બનાવમાં પુષ્ટી તેર વર્ષની છે અને તેણે માતા સાથે અગ્નિ‌સ્નાન કર્યું હોય તે વાત પોલીસને ગળે ઉતરતી નથી. હાલમાં પુષ્ટી બેભાન હાલતમાં હોય પોલીસ તેની પૂછપરછ કરી શકી નહોતી, પરંતુ તરુણી જે રીતે દાઝી છે તે જોતા તેની માતાને બચાવવા જતાં તે આગની લપેટમાં આવી ગયાનું પોલીસનું અનુમાન છે. તરુણી ભાનમાં આવ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.