રાજકોટ: SNK પાસેના મેદાનમાં ઇન્ડોર સ્ટેડિયમ, હોકર્સઝોન બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-વોર્ડ નં.11માં કમિશનર નેહરાએ કરેલી ફેરણી દરમિયાન લીધેલો નિર્ણય
-
પંચાયત ચોકમાં ભરાતી શાકમાર્કેટને આ પ્લોટમાં જગ્યા અપાશે

રાજકોટ: રાજકોટના યુનિવર્સિટી રોડ પર એસ.એન.કે. સ્કૂલ પાછળ આવેલા મનપાની માલિકીના વિશાળ પ્લોટમાં શાકમાર્કેટ, ઇન્ડોર સ્ટેડિયમ અને પ્લે ગ્રાઉન્ડ તરીકે વિકાસ કરવાનું મ્યુનિ. કમિશનરે વિચાર્યુ઼ં છે. આ વોર્ડમાં શુક્રવારે મ્યુનિ. કમિશનર વિજય નેહરાનો વન-ડે, વન-વોર્ડ કાર્યક્રમ હતો. વિસ્તારમાં ફેરણી દરમિયાન પ્લોટ નજરે પડતા તેનો આ રીતે સદઉપયોગ કરવાનું નક્કી કરીને સંબધિત અધિકારીને ખર્ચ સહિતનું આયોજન કરવા આદેશ કર્યો હતો.
શુક્રવારે વોર્ડ નં.11માં ફેરણી માટે નીકળેલા મ્યુનિ. કમિશનરે પંચાયત ચોકમાં ભરાતી શાકમાર્કેટ સહિતની બજારથી થતી ટ્રાફિક સમસ્યા જાણ્યા બાદ એસ.એન.કે.સ્કૂલ પાસે આવેલા વિશાળ પ્લોટમાં હોકર્સ ઝોન બનાવવાનો વિચાર વ્યક્ત કર્યો છે.હોકર્સ ઝોન ઉપરાંત ન્યૂ રાજકોટમાં એક નવી સુવિધા આપવા માટે આ વિશાળ પ્લોટમાં એક ઇન્ડોર સ્ટેડિયમ તેમજ બાકી વધતા પ્લોટમાં પ્લે ગ્રાઉન્ડ તરીકે વિકસાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ ત્રણેય મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે કમિશનર નેહરાએ સંબધિત અધિકારીને ખર્ચ સહિતનું પ્રાથમિક આયોજન તૈયાર કરીને આપવાનો આદેશ કર્યો હતો.