પેટા ચૂંટણી ગ્રાઉન્ડ રિપોર્ટ: ટંકારા બેઠક પર 1990થી ભાજપનું પ્રભુત્વ રહ્યુ છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ટંકારા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાવજીભાઇ મેતલીયા અને કોંગ્રેસના લલીતભાઇ કગથર)
- ટંકારા વિધાનસભા બેઠક (રાજકોટ)
- ટંકારા બેઠક પર 1990થી ભાજપનું પ્રભુત્વ રહ્યુ છે
- આ બેઠક ઉપર 1990માં કેશુભાઇ પટેલ વિજેતા થયા બાદ મુખ્યમંત્રી બન્યા હતા

રાજકોટ: ટંકારા વિધાનસભા બેઠક ઉપર ૧૯૯૦થી ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. કેશુભાઇ પટેલ ભાજપની ટિકિટ પર આ બેઠક પરથી ચૂંટણી લડી ૪૮,૦૦૧પ મતથી વિજેતા બની રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. આ બેઠક પર ભાજપના મોહનભાઇ કુંડારિયા ૧૯૯પથી ચૂંટાતા આવ્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં તેઓ સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે. આથી આ બેઠકની પેટાચૂંટણી યોજાઇ રહી છે.મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાના ટેકેદારને કોંગ્રેસે ટિકિટ નહીં આપતા તેઓ ભાજપમાં જોડાઇ જતા હાલમાં કોંગ્રેસ સુષુપ્ત અવસ્થામાં છે. અહીં ચૂંટણી પ્રચાર માટે દિગ્ગજ નેતાઓ આવ્યા નથી પણ ભાજપ તેના નેટવર્ક આધારે ચૂંટણી પ્રચારમાં સક્રિય છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સ્વબળે તેનો પ્રચાર કરી રહ્યા છે.

ટંકારા તાલુકો બન્યા છતાં હજુ વિકાસના પ્રશ્નો તરફ એકપણ પક્ષે ધ્યાન આપ્યું નથી. અહીં રજવાડાના સમયમાં રેલ સુવિધા હતી. અત્યારે આ સુવિધા નથી. ટંકારાને ર્તીથધામ જાહેર કરવાની માગણી પણ સંતોષાઇ નથી. ટંકારાને તાલુકો જાહેર કરાયા પછી હજુ સુધી બસ સ્ટેશનની સુિવધા પણ મળી નથી. અગાઉ પડધરી અને ટંકારા સંયુક્ત બેઠક હતી. આથી બન્ને પક્ષે મતદારોને રાજી કરવા સ્થાનિક ઉમેદવારને પસંદ કર્યા છે.

મુંઝવણ બન્ને પક્ષના ઉમેદવારોને ટંકારા તાલુકાના વિકાસ પ્રશ્નો મુંઝવશે
બન્ને ઉમેદવારો કડવા પાટીદાર

ભાજપએ બાવનજી મેતલિયા જ્યારે કોંગ્રેસે લલિતભાઇ કગથરાને મેદાનમાં ઉતાર્યા છે.
આગળ વાંચો, કેમ ખાલી થઇ બેઠક, જ્ઞાતિ સમીકરણ, ભાજપના નેતાઓ પ્રચારમાં આવશે, પ્રચાર કેવો ચાલે છે, હારજીતનું ફેક્ટર