Ground Report: રાજકોટ: કડવા-લેઉવાનાં સમીકરણો નિર્ણાયક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજકોટ: કડવા-લેઉવાનાં સમીકરણો નિર્ણાયક
- ગ્રાઉન્ડ રિપોર્ટ રાજકોટથી દેવેન્દ્રસિંહ પાંજરોલિયા


રાજકોટમાં વર્તમાન સાંસદ કુંવરજી બાવળિયાનો મુકાબલો ભાજપના મોહનલાલ કુંડારિયા સામે છે. આ બેઠક પર ભાજપ માટે કડવા - લેઉવાના વિવાદો માથાનો દુ:ખાવો બન્યા છે. બીજી તરફ પક્ષમાં આંતરિક કલેહ વચ્ચે શનિવારની મોદીની સભા પછી પક્ષમાં બધુ સમુસૂતરું થઈ જશે તેવો પક્ષના નેતાઓને વિશ્વાસ છે.

કાર્યાલયને તાળાં મારવાની ઘટનાથી ભાજપની છાપ બગડી

રાજકોટ બેઠક પર ભાજપે કડવા પાટીદાર સમાજના મોહનલાલ કુંડારિયાને ટિકિટ આપ્યા પછી જે રીતે ભાજપની આંતરિક માથાકૂટને લીધે પક્ષના મધ્યસ્થ કાર્યાલયને તાળાં મારી દેવાની ઘટના બની તેનાથી ગત લોકસભા ચૂંટણી જેવું તો નહીં થાયને એવી ચિંતા કાર્યકરોમાં છે. ગયા વખતે પણ કડવા પટેલ કિરણ પટેલને ટિકિટ મળ્યા બાદ લેઉઆ પટેલ સમાજ નારાજ થઈ ગયો હતો અને ભાજપે આ બેઠક ગુમાવવી પડી હતી. જોકે આ વખતે પુનરાવર્તન નહીં થાય તેવો ભાજપના નેતાઓનો દાવો છે. તેમનું કહેવું છે કે કિરણ પટેલ કોઇ રાજકીય પશ્ચાત્ ભૂમિકા નહોતા ધરાવતા. જ્યારે મોહનલાલ વર્ષોથી ધારાસભ્ય તરીકે સક્રિય છે. વળી લેઉઆ આગેવાનોને જ તેમને જિતાડી લાવવાની જવાબદારી મોદીએ સોંપી છે, તેથી આ વખતે વાંધો નહીં આવે.

રાજકોટમાં જેટલું વધારે મતદાન થાય તેટલો ભાજપને ફાયદો થવાનું ગણિત છે. તો સામે પક્ષે કુંવરજી બાવળિયાનો કોળી સમાજના મતદારો અને વાંકાનેર વિસ્તારના મુસ્લિમ મતદારો પર મોટો મદાર છે. ભાજપ જો લેઉઆ પટેલ સમાજને સાચવી લે તો તેના માટે આ બેઠક જીતવી આસાન છે. ભાજપમાં ડખા પછી ઓમમાથુર ગુરુવારે રાજકોટ આવી ગયા અને ડેમેજ કન્ટ્રોલની કવાયત કરી. જ્યારે શનિવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સભા રાજકોટમાં યોજાઈ ગઈ. આ સભા પછી બધુ સમુસુથરું થઈ જશે તેવો ભાજપના નેતાઓને વિશ્વાસ છે. જોકે રાજકોટમાં ભાજપનો શ્વાસ અધ્ધર તો થઈ જ ગયો છે.

આગળ વાંચો, મોદીલહેરમાં વધુ મતદાન થાય તો ભાજપને ચોક્કસ ફાયદો, ચાર વિધાનસભા બેઠક ભાજપ પાસે, ત્રણ કોંગ્રેસ પાસે