રાજકોટમાં હડતાલને પગલે સરકારી કચેરીઓ સૂમસામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માસ સીએલના એલાનને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જબરો પ્રતિસાદ રાજ્ય સરકાર સમક્ષ લાંબા સમયથી મુકેલી અને અનિર્ણીત જ રહેલી અનેકવિધ માગણીનાં સંદર્ભે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ આપેલા માસ સીએલના એલાનને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જબરો પ્રતિસાદ મળ્યો છે. જ્યારે અમદાવાદમાં ખેતીવાડી અધિકારી કચેરી અને નાયમ ખેતી નિયામકની કચેરીના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરીને આંદોલનમાં જોડાયા હતા. રાજકોટના બહુમાળી ભવન અને જિલ્લા પંચાયત સહિતની કચેરીઓ આજે ખાલીખમ જોવા મળી હતી. આ કચેરીઓના તમામ કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરી જઈ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો. (તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)