તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકી પર દુષ્કર્મ કેસની વૈજ્ઞાનિક ઢબે તપાસ ન થાય તો ઉગ્ર આંદોલન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોળી સમાજે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી ન્યાયિક તપાસની કરેલી માગણી

ગોંડલ તાલુકાના મોવિયા ગામની વિકલાંગ બાળકી પર ભરવાડ પ્રૌઢે આચરેલા દુષ્કર્મ કેસની તપાસ વૈજ્ઞાનિક ઢબે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ગોંડલ તાલુકા વિસ્તારના કોળી આગેવાનોએ ઉચ્ચારી હતી. રાજકોટ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની માગ કરવામાં આવી હતી.

ગોંડલ તાલુકા કોળી સમાજના અગ્રણી હરેશભાઇ જાદવ અને તાલુકા કોળી સમાજના પ્રમુખ જીવાભાઇ ગોવાણી સહિ‌તના અગ્રણીઓ શનિવારે જિલ્લા પોલીસવડા વિશાલકુમાર વાઘેલાને રૂબરૂ મળ્યા હતા અને રજૂઆત કરી હતી કે, ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મ કેસના આરોપી ખેંગાર ભરવાડની ધરપકડ કર્યા બાદ સાંયોગિક પુરાવા એકત્ર કરવામાં ઢીલી નીતિ રાખી છે.

આથી, આ કેસની તપાસ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે અન્યથા, ગોંડલમાં કોળી સમાજનું સંમેલન બોલાવવામાં આવશે તેમાં ૧ લાખ લોકો ભેગા કરીને પોલીસ સ્ટેશનને ઘેરાવ કરવામાં આવશે.વિકલાંગ બાળકી પર દુષ્કર્મ થયા બાદ પીડિતાના પરિવારને ધમકીઓ મળે છે. હુમલાની ઘટનાઓ બને છે. આમ છતાં, ગોંડલ તાલુકા પોલીસના જવાબદાર અધિકારીઓ બેજવાબદારીથી વર્તી રહ્યા છે ત્યારે બનાવની વૈજ્ઞાનિક ઢબે તપાસ નહીં થાય તો આંદોલન કરવું પડશે તેવી ચીમકી બન્ને અગ્રણીઓએ ઉચ્ચારી હતી.