પરિવાર બન્યો વિલન, પ્રેમી સામે અપહરણની ફરિયાદ કરાતા તરૂણીએ કર્યો આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પરિવારજને પ્રેમી સામે અપહરણની ફરિયાદ નોંધાવતા તરુણીનો આપઘાત
-
રૈયાગામની તરુણીએ વખ ઘોળી દુનિયા છોડી દીધી

પ્રેમપ્રકરણમાં પરિવારજનો વિલન બનતા અને પ્રેમી સામે અપહરણની ફરિયાદ નોંધાવતા રૈયાગામની તરુણીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ હતી.રૈયાગામમાં રામાપીરના મંદિર પાસે રહેતી દલિત તરુણી લક્ષ્મી અમૃતભાઇ મેરિયા (ઉ.વ.૧૬)એ રવિવારે સવારે ૧૧ વાગ્યે રૈયાગામની સીમમાં પરશુરામ મંદિર પાછળ આવેલી વાડીમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દવાની ઝેરી અસર થતાં તરુણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તરુણીના આપઘાતના બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, એક ભાઇની એકની એક બહેન લક્ષ્મીને પીપળી ગામના રાજેશ પરમાર સાથે પ્રેમસંબંધ હતો. બે મહિ‌ના પૂર્વે લક્ષ્મી અને રાજેશ ઘરછોડીને ભાગી ગયા હતા. તરુણી ઘરેથી લાપતા થતાં તેના પિતાએ રાજેશ પરમાર સામે લક્ષ્મીના અપહરણની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આગળ વાંચો અનોખી પ્રેમ કહાની