અહીં નીકળે છે એક અદભુત સ્મશાન યાત્રા, અપાય છે છૂટા હાથે દાન!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સલામ ગોંડલ અંતિમયાત્રામાં અપાય છે છૂટા હાથે દાન
-કોઇપણ જ્ઞાતિની અંતિમયાત્રા નીકળે એટલે સફાઇ કામદારથી માંડી ઉદ્યોગપતિઓ પાંચ, દસ, પચાસ કે સો રૂપિયાનું અચૂક દાન કરે છે
- અંતિમયાત્રામાં એકત્ર થતી રકમ અંતિમધામની દાનપેટીમાં ઠલવાય છે

સરભગવતસિંહજીનું નામ આવે એટલે ગોંડલના પ્રજાવત્સલ રાજવીની સ્મૃતિ તાજી થાય. ભગવતસિંહજની આ પ્રજા વત્સલતાનો વારસો ગોંડલની પ્રજાએ આજે પણ જાળવી રાખ્યો છે. ગોંડલમાં કોઇ પણ જ્ઞાતિની વ્યકિતનું મૃત્યુ થાય તેની જયારે અંતિમયાત્રા નીકળે ત્યારે સામાન્ય સફાઇ કામદારથી માંડી માલેતુજાર ઉદ્યોગપતિ તેને અંતિમ સન્માન તો આપે જ છે. એટલું જ નહીં ખિસ્સામાં કે પાકિટમાં હાથ નાખી પાંચ, દસ, વીસ, પચાસ કે સો રૂપિયાનું દાન પણ આપે છે. એવું નથી કે, આ રકમ દિવંગતના પરિવારને મદદરૂપ થવા માટે અપાતી હોય, પણ આ રકમ સ્મશાનની દાનપેટીમાં ઠલવાય છે અને તેમાંથી અંતિમધામનો વિકાસ કરાય છે.સૌ કોઇને અચરજ પમાડે અને ગોંડલની પ્રજાની ઉદાર સખાવતને સલામ મારવાનુંમન થાય તેવી આ વાત છે. સમય ગમે તે હોય , કડકડતી ઠંડી હોય, આકરો ઉનાળો હોય કે ધોધમાર વરસાદ હોય ગોંડલની પ્રજા આ ઉદાર સખાવત કરવા માટે કયારેય પીછેહટ કરતી નથી.

શહેરોની હરણફાળ વિકાસયાત્રા વચ્ચે આમ આદમી પાસે એટલો પણ સમય નથી હોતો કે, વિદાય લેતાં આત્માની શાંતિ માટે બે મિનિટ વાહન થોભાવીને તેને અંતિમ સન્માન આપવામાં આવે ત્યારે, ગોંડલની પ્રજાની વાત કંઇક અલગ પડે છે.જાહેરમાર્ગ પર ભક્તિસંગીતની ધૂન સાંભળી ગોંડલની પ્રજા પોતાના તમામ કામ પડતા મૂકી દે છે. વહેલી પરોઢે દુકાન ખોલી ધૂપ દીવા કરતા વેપારીઓ દૂકાન બહાર આવી જાય છે. સફાઇ કામદારો પોતાનું કામ પડતું મૂકી દે છે. રસ્તે જતાં રાહદારીઓ, વાહનચાલકો પોતાના વાહનમાંથી ઉતરી જાય છે અને પુરુષો મહિ‌લાઓ શાંતિરથ તરફ ડગલા આગળ માંડે છે. પોતાના યશાશકિત રકમ શાંતિરથના ચાલકના હાથમાં આપે છે... એ રકમ ભલે બે રૂપિયા હોય કે સો રૂપિયા... અહીં રકમને મહત્ત્વ અપાતું નથી લોકોની ભાવનાને મહત્ત્વ અપાય છે.

આગળ વાંચો આ દાનકથા વિશે વધારે વિગત