પેટમાં દુ:ખાવો દૂર કરવાના બહાને નાણા ખંખેરતો ભૂવો પકડાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુત્ર, પુત્રીને પેટની બીમારી દૂર કરવા પટેલ પરિવારે ભૂવાને બોલાવ્યો હતો: ગુરુવારે ૧.૦૫ લાખ લેવા અને વિધિ કરવા આવતા પકડાયો, મહિલા સહિત બેને ઝડપી લેવા દોડધામ બીમારીને દૂર કરવાની વિધિ કરી આપવાના બહાને નાણા ખંખેરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. પટેલ પરિવારના સંતાનોને પેટની બીમારી દૂર કરવા આજે નાણાં લેવા તેમજ વિધિ કરવા ભૂવો આવતા તેને રંગે હાથ ઝડપી લઇ પોલીસ હવાલે કર્યો હતો. જ્યારે પટેલ પરિવારના પાડોશમાં રહેતી મહિલા અને અન્ય એક ભૂવાને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. બનાવ અંગે નાના મવા મેઇન રોડ, નહેરૂનગર સોસાયટી-૧૦મા રહેતા રમેશભાઇ પોપટભાઇ પટેલે પાડોશમા રહેતી કુસુમ નટવરલાલ સુથાર, ધોળા જંકશનના ભૂવો મહંત દિનેશગિરિ બાવાજી અને ભૂવો ગોબર ભીમા મકવાણા સામે વિશ્વાસઘાત, છેતરિંપડીની માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તપાસનીસ અધિકારી પવારે જણાવ્યું કે, રમેશભાઇના પુત્ર અને પુત્રીને પેટમાં દુ:ખાવાની બીમારી હોવાથી પાડોશમાં રહેતી કુસુમને વાત કરી હતી. જેથી તેને ઉપરોકત બાવાનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારે બીમારી દૂર કરવાની વિધિ માટે પુત્રના ૩૦ હજાર અને પુત્રીની વિધિ માટે રૂ.૭૫ હજાર નક્કી થયા હતા. દરમિયાન પોતાની સાથે છેતરિંપડી થતી હોવાની ખબર પડતા રમેશભાઇએ આજે બપોરે ભૂવો ગોબર મકવાણા પૈસા લેવા તેમજ વિધિ કરવા આવતા તેને પકડી પાડયો હતો. વિશેષ પૂછપરછ કરવા પોલીસે પકડાયેલા ભૂવાને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.