પૂર્વ ડેપ્યુટી મેયરનો પુત્ર વિદેશી દારૂ સાથે ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતા પૂર્વ ડેપ્યુટી મેયર મોહન સોજીત્રાના પુત્રને પોલીસે વિદેશી દારૂ સાથે દબોચી લીધો હતો. રવિવારે સાંજે એ.ડિવિઝન પોલીસ રામનાથપરા સ્મશાન પાસે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે પસાર થયેલી એક કારને પોલીસે અટકાવી હતી.

પોલીસે કારની તલાશી લેતાં અંદરથી એક બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. વિદેશી દારૂ મળતા કારચાલક ઉપલાકાંઠા વિસ્તારના સદ્દગુરુ રણછોડનગરમાં રહેતા પરેશ મોહન સોજીત્રા (ઉ.વ.૩૨)ની ધરપકડ કરી કાર કબજે કરી હતી. પરેશના પિતા મોહન સોજીત્રા મહાનગર પાલિકામાં કોંગ્રેસના શાસન દરમિયાન ડેપ્યુટી મેયર પદે રહી ચૂક્યા છે.